Uttarajjhayana 1449
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1449
- Language
- Gujarati
1449
વિવેચન–૧૧૨૦
કોઈ આત્માને અત્યંત દુષ્ટપણે પરિભાવિત કરતો માત્ર નિંદાથી ન અટકે પરંતુ ગર્હા પણ કરે છે, તે કહે છે
ગર્હા - બીજા સમક્ષ પોતાના દોષોને કહેવા વડે, અપુરસ્કારને પામે છે. પુરસ્કાર - ‘આ ગુણવાન્ છે’ તેવું ગૌરવ પામવું તે. પુરસ્કારનો અભાવ તે અપુરસ્કાર, તે તે આત્માને અવજ્ઞા ઉત્પન્ન કરાવે છે. અપુરસ્કાર પ્રાપ્ત આત્મા બધે અવજ્ઞા પામતા, ક્યારેક તેવા અધ્યવસાય પામીને પણ અવજ્ઞાના ભયથી કર્મબંધ હેતુ યોગ્ય અપ્રશસ્ત પ્રવૃત્તિ કરતો નથી. માત્ર પ્રશસ્ત યોગોને જ સ્વીકારે છે. પ્રશસ્ત યોગ સ્વીકારેલો અણગાર અનંત વિષયપણાથી અનંત જ્ઞાન દર્શનને હણવાના સ્વભાવવાળા અનંતઘાતી જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયોની પરિણતિ વિશેષનો ક્ષય કરે છે અને મુક્તિ પામે છે. એ પ્રમાણે ન કહેવા છતાં બધે જ મુક્તિ પ્રાપ્તિને ફળપણે જાણવી.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati