Pramāṇa · Search · About · API

Uttarajjhayana 145

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 145

Language
Gujarati

145

વિવેચન–૪૭
પ્રસન્ન થયેલા ગુરુ પાસે શ્રુત ભણેલ શિષ્ય, સર્વજનના શ્લાઘાદિ વડે પૂજ્ય થાય છે. વિનીતના શાસ્ત્ર સર્વત્ર વિશેષથી પૂજ્ય બને છે. અથવા પૂજ્ય શાસ્તૃક થાય છે. વિનીત એવો શિષ્ય શાસ્તારને પૂજ્ય થતાં વિશેષથી પૂજાને પામે છે. અથવા સર્વત્ર પ્રશંસાસ્પદત્વથી પૂજ્યશસ્ત બને છે. પ્રસાદિત ગુરુ વડે જ શાસ્ત્ર પરમાર્થ સમર્પણથી સંશયો દૂર કરે છે. - X - ગુરુ સંબંધી ચિત્તની રુચિ તે મનોરુચિ થાય છે. વિનયથી ભણેલ શાસ્ત્ર જ ગુરુને કંઈપણ અપ્રીતિનો હેતુ બનતા નથી. કર્મ - ક્રિયા, દશવિધ ચક્રવાલ સામાચારી વગેરે કર્તવ્યતા, તેનાથી યુક્ત રહે છે. - X - X - કર્મ - જ્ઞાનાવરણાદિ, સંપત્‌ - ઉદય - ઉદીરણાદિ રૂપ વિભૂતિ.
તેના ઉચ્છેદની શક્તિયુક્તતાના પ્રતિભાસ માનતાથી મનની રુચિ કહી. કર્મસંપદા - યતિના અનુષ્ઠાનના માહાત્મ્યથી સમુત્પન્ન પુલાકાદિ લબ્ધિરૂપ સંપત્તિ. મનોરુચિતા કર્મસંપત્‌ - શુભ પ્રકૃતિરૂપને અનુભવે છે. આ સંપત્તિ તે યથાખ્યાત ચારિત્રરૂપ છે. તપ - અનશનાદિ, સમાચારી - સમ આચરણ. સમાધિ - ચિત્તનું સ્વાસ્થ્ય તેના વડે આશ્રવોનો રોધ કરીને - X - મહાદ્યુતિ અર્થાત્‌ તપોદીપ્તિ કે તેજોલેશ્યા થાય છે શું કરીને? પ્રાણાતિપાત વિરમણાદિને નિરતિચાર પાળીને.
હજી આનું જ ફળ કહે છે –

Linked texts (2)