Uttarajjhayana 1459
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1459
- Language
- Gujarati
1459
વિવેચન–૧૧૨૫
અહીં અતિચાર શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો જોઈએ, તેને કહે છે. કાય - શરીર, તેનો ઉત્સર્ગ - આગમોક્ત નીતિથી પરિત્યાગ તે કાયોત્સર્ગ છે. તેનાથી અતીત - લાંબાકાળના સંચિત, વર્તમાનમાં, બંધાતા, એવા અને પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારને અર્થાત્ તેનાથી ઉપાર્જિત પાપને દૂર કરવા વડે વિશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરેલ આત્મા અંતઃકરણથી સ્વસ્થ થાય છે. કોની જેમ? જે રીતે ભારને ઉતારી નાંખેલ ભારવાહક હળવો બની જાય છે, તેમ અતિચારો પણ ભારરૂપ છે. તેને દૂર કરવાથી તે આત્મા પણ નિર્વૃત્ત હૃદય - શાંત થઈ જાય છે. તે ધ્યાન - ધર્માદિ ધ્યાનને પામે છે. પ્રશસ્ત ધ્યાનને કરતો તે સુખની પરંપરાને પામીને આલોક અને પરલોકમાં રહે છે. અહીં જ જીવવા છતાં મુક્તિને પામે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati