Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1463

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1463

Language
Gujarati

1463

વિવેચન–૧૧૨૭
અહીં ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અંતર્ભૂત નમસ્કાર સહિતાદિ આવે. તે ગ્રહણ કરીને પછી જે નિકટમાં ચૈત્ય હોય ત્યાં વેદના કરવી જોઈએ, તેમ કહેલ છે. તે ચૈત્ય વંદના સ્તુતિ-સ્તવ-મંગલ વિના ન થાય, તેથી તેને કહે છે. તેમાં સ્તવ - દેવેન્દ્ર સ્તવ આદિ, સ્તુતિ - એકથી સાત શ્લોક પર્યન્ત - X - આ સ્તુતિ સ્તવ જ ભાવ મંગલ રૂપ છે. તેના વડે - જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બોધી, તેનો લાભ અર્થાત્‌ પરિપૂર્ણ જિન ધર્મની પ્રાપ્તિ થાય છે.
આવો જ્ઞાન દર્શન ચારિત્ર લાભ - બોધી સંપન્ન જીવ ભવનો કે કર્મોનો અંત પામે છે. તેની ક્રિયા - અભિનિર્વર્તન અર્થાત્‌ મુક્તિને પામે. તે અંતક્રિયાનો હેતુ હોવાથી તેને અંતક્રિયા કહે છે. તે ભવે પણ થાય અથવા દેવલોકોને કે ગ્રૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિને પામે છે. અર્થાત્‌ અનંતર જન્મમાં વિશિષ્ટ દેવત્વ પ્રાપ્તિ રૂપ કલ્પાદિમાં ઉત્પત્તિ અને પરંપરાથી મુક્તિને પ્રાપ્ત કરાવે તેવી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે.
આ આવા પ્રકારની આરાધના તપસ્વીતામાં તેવા પ્રકારના ગુરુ કર્મોવાળા, તથાવિધ કર્મવેદના અભાવવાળા જીવને આશ્રીને કહી છે અને અંતક્રિયા ભાજન જીવ વસ્તુ ચાર પ્રકારે થાય છે. તેથી કહે છે – ક્યારેક શ્રામણ્યને સ્વીકાર્યા છતાં, સંયમનું પાલન કરવા છતાં તેવા પ્રકારના ગુરુ કર્મોથી, તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાય અસંભવથી, તેવા પ્રકારની કર્મ વેદનાના અભાવથી તે ભવે મુક્તિને ન પણ પામે. પરંતુ ભવાંતરમાં દીર્ઘ પર્યાય પામીને સનત્કુમાર ચક્રવર્તીની માફક (અંતક્રિયા પામે છે.) સ્થાનાંગમાં કહે છે –
(૧) પહેલી અંતક્રિયા વસ્તુ - મહાકર્મી પ્રત્યાજાતને પણ થાય છે. હે આયુષ્યમાન્‌ શ્રમણ! તે શ્રમણ થઈ, ઘર છોડી, અનગારિતા પ્રવ્રજ્યા સ્વીકારી, નૈયાયિક માર્ગને માટે સંયમ બહુલ, સવર બહુલ, રૂક્ષ, તીરાર્થી, ઉપધાનવાન્‌, દુઃખક્ષપક, તપસ્વી, તેને તથાપ્રકારે તપ હોય તથા પ્રકારે વેદના ન હોય. તે તથાપ્રકાર પુરુષ દીર્ઘદીર્ઘ પર્યાયથી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે, જેમ તે ચક્રવર્તી રાજા સનત્કુમારે કર્યો. તે પહેલી અંતક્રિયા વસ્તુ.
(૨) બીજી અંતક્રિયા વસ્તુ - (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું.) તેવા અણગાર ગજસુકુમાલની માફક સર્વે દુઃખોનો અંત કરે છે. (૩) ત્રીજી અંતક્રિયા વસ્તુ - (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું.) તેવા અણગાર ચાતુરંત ચક્રવર્તી ભરતની માફક મોક્ષે જાય છે. (૪) ચોથી અંતક્રિયા વસ્તુ - સ્વલ્પકર્મી, વિરતિ પામીને, તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી તથાવિધ તપ, તથાવિધ વેદના પામીને જલદીથી મોક્ષમાં જાય છે, જેમ મરુદેવી માતા ગયા. (ચોથી અંતક્રિયાનું વિશેષ વિવેચન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું.) અહીં વિદ્યમાન છે અંતક્રિયા - કર્મક્ષય લક્ષણરૂપ તે ભવ જેને તે અનંત ક્રિયા, તે પરંપરાને મુક્તિફળને માટે છે.

Linked texts (2)