Pramāṇa · Search · About · API

Uttarajjhayana 147

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 147

Language
Gujarati

147

વિવેચન–૪૮
તેવા પ્રકારનો વિનીત શિષ્ય, દેવ - વૈમાનિક, જ્યોતિષ્ક અને ગંધર્વ - અર્થાત્‌ ભુવનપતિ અને વ્યંતર, મનુષ્ય - મહારાજાધિરાજ વગેરે દ્વારા પૂજિત, મલ-પંક પૂર્વકના શરીરને ત્યજીને. મલ - જીવશુદ્ધિના અપહારિપણાથી મલવત્‌. પંક - કર્મમલપંક. અથવા મલપંક એટલે રક્ત અને શુક્ર, તેના પૂર્વક. સિદ્ધ - નિષ્ઠિતાર્થ થાય છે. શાશ્વત - સર્વકાળ રહેનાર, પરંતુ પર પરિકલ્પિત તીર્થ નિકારાદિ કારણથી ફરી અહીં આવવારૂપ અશાશ્વત નહીં. અથવા થોડાં કર્મો બાકી રહેતા દેવ થાય છે. મોહનીય કર્મોદયજનિત ક્રીડિત અને અવિદ્યમાન છે. તે અલ્પરત - લવસપ્તમાદિ. અથવા અલ્પરજ એટલે બંધાતા કર્મો જેને પાતળા છે તેવા. મોટા પ્રમાણમાં કે પ્રશસ્ય ઋદ્ધિવાન્‌ - ચક્રવર્તી સાથે પણ યુદ્ધ કરે તેવી વિકરણ શક્તિ અથવા હિરણ્યકોટિ ઈત્યાદિ રૂપ સમૃદ્ધિ જેની છે, તેવા મહર્દ્ધિક દેવ-વિશેષ થાય.
આવા પ્રકારનું વિનયશ્રુત આવા પ્રકારથી ગણધરાદિ ગુરુના ઉપદેશથી કહું છું, પણ સ્વમતિથી નહીં. અનુગમ કહ્યો.
હવે ચોથો અનુયોગ દ્વાર તે નયો. અનેક અંશાત્મક વસ્તુના એક અંશના અવલંબનથી પ્રતીતિ પથને આરોપે છે અથવા લઈ જાય છે તેનાથી, તેમાં કે તેથી અથવા લઈ જવું તે નય અર્થાત્‌ પ્રમાણ પ્રવૃત્તિ ઉત્તરકાળભાવી પરામર્શ.
આ નયો છે, તેનો અહીં શું ઉપયોગ છે? ઉપક્રમથી ઉપક્રાંતની, નિક્ષેપની યથાસંભવ નિક્ષિપ્તની, અનુગમથી અનુગતની આ જ અધ્યયનની વિચારણા કરવામાં તેનો ઉપયોગ છે. - X -
નયો વડે વિચારણા ભલે થાઓ, પણ તે પ્રત્યેક સૂત્રમાં કે સમસ્ત અધ્યયનની કરવી? પ્રત્યેક સૂત્રની નહીં. પણ સમસ્ત અધ્યયનની કરવી, તે પણ ન થાય, કેમકે સૂત્રથી વ્યતિરિક્ત તે વિચારણાનો સંભવ નથી, તેનું શું? તેનો ઉત્તર આપતા કહે છે કે – પ્રત્યેક સૂત્રમાં નયોનો અવતાર નિષેધ છે. સૂત્ર વ્યતિરિક્ત અધ્યયન જ અસંભવ છે. - X - X -
તો શું આનો સમસ્ત નયો વડે વિચાર કરવો કે કેટલાંક નયો વડે? સમસ્ત નયોથી ન થાય. તેના અસંખ્યત્વથી તેના વડે વિચાર કરવો અશક્ય છે. તેથી કહે છે – જેટલાં વચનમાર્ગો છે તેટલાં જ નયો છે. પ્રત્યેક પ્રાણીનો અભિપ્રાય ભિન્ન હોવાથી સ્વસ્થ અભિપ્રાય વિરચિત વચન માર્ગોની સંખ્યા નથી. કેટલાંક નયો વડે પણ કહેવું શક્ય નથી. કેમકે તેથી અનવસ્થા પ્રસંગ આવે. - X - X - X - X -
પૂર્વવિદોએ સકલનય સંગ્રાહક ૭૦૦ નયો કહ્યા છે. તેનો પણ સંગ્રહ કરતા - X - X - નૈગમાદિ સાત નયો કહ્યા. તેનો પણ સંગ્રહ કરતા સંગ્રાહિક નયો માત્ર બે જ કહ્યા છે. - X - સંક્ષિપ્ત રુચિપણાથી પૂર્વકાલીન લોકોએ સંગ્રાહિત નયોમાં બે જ નયો વડે વિચાર કહ્યો.
આ અધ્યયનમાં વિનયની વિચારણા કરી. તે મુક્તિફળ દેનાર છે. તેથી જે મુક્તિપ્રાપ્તિ નિબંધન રૂપ છે, તે જ વિચારણીય છે અને તે જ્ઞાન અને ક્રિયારૂપ નયો છે. તેથી બીજા નયોથી ન વિચારવું. તેમાં જ્ઞાનનય કહે છે – જ્ઞાન જ મુક્તિ પ્રાપ્તિનું કારણ છે. - X - X - X - જ્ઞાન જ ગ્રહીતવ્ય કે અગ્રહીતવ્ય અર્થમાં યત્ન કરવો જોઈએ. અન્યથા પ્રવર્તમાન ફળનો વિસંવાદ થાય છે. બીજાએ પણ કહ્યું છે કે – સમ્યગ્‌ જ્ઞાનપૂર્વિકા સર્વપુરુષાર્થ સિદ્ધ થાય છે અને અજ્ઞાનને ઘણાં દોષપણાનું કારણ કહેલ છે. - X - X - તેમાં કર્મનિર્જરણા આશ્રિત મુક્તિ કહી છે. કર્મનિર્જરણા એ જ જ્ઞાનનો આત્યંતિક હેતુ છે. કેમકે તેના વિના તામલિ વગેરેને કષ્ટ અનુષ્ઠાનથી અલ્પબળ મળેલ છે. વળી કહ્યું પણ છે કે – અજ્ઞાની જે કર્મો ઘણાં કરોડો વર્ષે ખપાવે છે, તેને ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત જ્ઞાની ઉચ્છ્‌વાસ માત્રમાં ખપાવે છે. દર્શનથી મુક્તિમાં પણ - X - જ્ઞાનનું પ્રાધાન્ય છે. મરુ દેવીને દર્શન ઉત્પન્ન થતાં સમ્યગ્‌જ્ઞાન માત્રથી મુક્તિ મળી, તેણીએ કોઈ કષ્ટક્રિયા કરી નથી. વળી બહુશ્રુત અધ્યયનમાં બહુશ્રુતનું જ તે-તે રીતે પૂજ્યતાનું વિધાન છે. - X - X - આ રીતે જ્ઞાનનયમાં જ્ઞાનનું પ્રાધાન્ય બતાવ્યું.
હવે ક્રિયાનય કહે છે – બધાં નયોમાં બહુવિધ વક્તવ્યતાને સાંભળીને તેમાં જે સર્વનય વિશુદ્ધ તે ચરણગુણ સ્થિત સાધુ કહ્યા છે. - X - X - અર્થાત્‌ બધાં નયો નિર્દોષપણે સમ્મત છે કે – ચરણ એટલે ચારિત્ર, ગુણ - સાધનને ઉપકારક છે. ચરણ એવા આ ગુણ નિર્વાણમાં અત્યંત ઉપકારીપણાથી ચરણગુણ છે, તેમાં રહીને - તેને આરાધીને પૌરુષેય ક્રિયા વડે અપવર્ગની સાધના કરાય છે. અહીં કહેવાનો આશય એ છે કે – ઘણી વક્તવ્યતામાં ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ છે. તેથી જ કહે છે કે – પાણીના અવલોકન માત્રથી, પીવાની ક્રિયા કર્યા વિના તૃપ્તિ રૂપ ફળને પામતા નથી. - X - X - આગમમાં પણ કહે છે કે – જ્યાં-ત્યાં પણ ક્રિયાની વિફળતાથી જ્ઞાન વિફળ છે. કહ્યું છે કે – જેમ ગધેડો ચંદનનો ભાર ઉપાડે તો પણ ચંદનનો ભાગી થતો નથી, તેમ ચારિત્ર વગરનો જ્ઞાની, જ્ઞાનન ભાગી થાય પણ સદ્ગતિનો ન થાય. જો જ્ઞાન જ મુક્તિનું સાધન હોય તો જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધી અનુત્તર દર્શન સંપત્‌ યુક્ત વાસુદેવને પણ હતું. છતાં તે અધોગતિમાં ગયા તેમ સંભળાય છે. કેમકે વાસુદેવ, શ્રેણિક આદિ અનુત્તર દર્શન સંપત્તિ છતાં ચારિત્ર ન હોવાથી અધોગતિમાં ગયા. જો જ્ઞાન જ મુક્તિનું કારણ હોય તો દેશોન પૂર્વકોટિ સુધી પણ વિચરે. આ વાક્યમાં વિરોધ આવે. જ્ઞાનથી જ મુક્તિ થાય તો કેવળજ્ઞાનીને તુરંત જ મુક્તિ મળવી જોઈએ. પછી તેમના વિહરણનો સંભવ કઈ રીતે થાય? પરંતુ જ્ઞાન પામીને પણ શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ ક્રિયા કર્યા પછી જ મુક્તિ મળે છે. તેથી ક્રિયા જ મુક્તિનું કારણ છે. - X - X - પાંચે પ્રકારના વિનયમાં પણ જ્ઞાન-દર્શનને કારણરૂપે જ કહેલ છે.
(પ્રશ્ન) તો શું જ્ઞાન જ તત્ત્વ છે કે ક્રિયા તત્ત્વ છે?
(સમાધાન) પરસ્પર અપેક્ષાથી આ બંને મુક્તિના કારણરૂપ છે. નિરપેક્ષપણે કારણરૂપ નથી, એ તત્ત્વ છે. - X - X - X - જેમ જ્ઞાન વિના મુક્તિ નથી. કેમકે તે જ્ઞાન અવિનાભાવી છે, એ પ્રમાણે ક્રિયા વિના પણ મુક્તિ નથી. કેમકે તે પણ અવિનાભાવી છે, બંને સમાન જ છે. જ્ઞાન માત્રથી કાર્યની નિષ્પત્તિ થતી નથી, - X - X - એ પ્રમાણે ક્રિયાનંતરભાવિની મુક્તિમાં જે હેતુ કહ્યો, તે પણ અનેકાંતિક છે. શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ જે ક્રિયા કહી છે કે જેના પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વખતે પણ કેવળ જ્ઞાન તો હોય જ છે. કેવળ જ્ઞાન વિના તે અવસ્થા ન આવે. એમ હોવા છતાં ઉભયમાં અવિનાભાવિત્વ છતાં પણ બંનેના ફળરૂપે મુક્તિ કહેલ નથી. તો શું જ્ઞાન-ક્રિયા બંનેના સમુદાયમાં મુક્તિને આપવાની શક્તિ છે?
જે પ્રત્યેકમાં નથી, તે તેના સમુદાયમાં પણ ન હોય, જેમકે રેતીમાં તૈલ. જ્ઞાન કે ક્રિયા એકૈકમાં મુક્તિને પ્રાપ્ત કરવાની શક્તિ નથી. તો પછી પ્રત્યેકમાં નિર્વાણના અભાવથી સમુદિતમાં પણ નિર્વાણ યુક્ત નથી. જ્ઞાન અને ક્રિયાને રેતીના સમુદાયમાં તેલની જેમ જાણવા.
ના, તેમ નથી. જો સર્વથા તે બંને પ્રત્યેકને મુક્તિ અનુપકારિતા કહી, તો તે બંને પ્રત્યેકના દેશોપકારિતા સમુદાયમાં સંપૂર્ણ હેતુતા કહે છે, તેમાં કોઈ દોષ નથી. તેથી અહીં પૃથક્‌ રૂપે રેતીમાં તૈલની જેમ સાધનાનો ભાવ નથી, પણ તે બંનેની દેશ ઉપકારિતાથી સંપૂર્ણ સમવાય કહેવાયેલ છે.
આ સમગ્ર ચર્યાનો નિષ્કર્ષ બતાવતા કહે છે કે – જ્ઞાન અને ક્રિયા સમુદિતમાં જ ‘મુક્તિ’ કારણ છે, તે એક-એક મુક્તિનું કારણ નથી એમ તત્ત્વ છે. બંનેનું ગ્રહણ કરવું એ જ સમ્યક્‌ત્વ છે.

Linked texts (2)