Pramāṇa · Search · About · API

Uttarajjhayana 148

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 148

Language
Gujarati

148

૦ વિનયશ્રુત નામે પહેલાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં વિનયને વિસ્તારથી પાંચ ભેદે કહ્યો, તે સ્વસ્થ અવસ્થાવાળાએ જ વિચારવો કે પરીષહ રૂપી મહાસૈન્ય સમરથી સમાકુલ એવા મન વડે પણ આચરવો? બંને અવસ્થામાં પણ આચરવો. તો આ પરીષહો કયા છે? કેવા સ્વરૂપે છે? ઈત્યાદિ. - X - આ સંબંધે આવેલ મહાર્થ, મહાપુરની સમાન ચાર અનુયોગ દ્વારનું સ્વરૂપ વર્ણવવું. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં ‘પરીષહ’ એ નામ છે. તેથી તેના નિક્ષેપદર્શન માટે નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)