Uttarajjhayana 1481
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1481
- Language
- Gujarati
1481
વિવેચન–૧૧૩૬
એ પ્રમાણે અભ્યસ્ત શ્રુતથી ધર્મકથા પણ કરવી જોઈએ, તેથી તેને કહે છે – ધર્મકથા - અર્થાત્ વ્યાખ્યાન રૂપથી નિર્જરાને પામે છે. અથવા પ્રવચનને પ્રકાશિત કરે છે. કહ્યું છે કે – પ્રાવચની, ધર્મકથી આદિ આઠ ધર્મપ્રભાવકો કહ્યાં છે. સૂત્રપણાથી આગામી કાળ ભાવિ ભદ્ર - કલ્યાણ જેમાં છે, તેવા કર્મો બાંધે છે. અથવા આગામી કાળમાં શશ્વત ભદ્રતાથી અનવરત કલ્યાણપણાથી ઉપલક્ષિત કર્મો બાંધે. અર્થાત્ શુભ કર્મો ઉપાર્જે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati