Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1560

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1560

Language
Gujarati

1560

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૭ થી ૧૧૮૦ [૨૯/૧૧૭૭ થી ૧૧૮૦]
ભગવન્‌! ચક્ષુ ઈન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચક્ષુ ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક કર્મોને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્‌! ઘ્રાણ ઈન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઘ્રાણ ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધોમાં થનારા રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગંધ-નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
ભગવન્‌! જિહ્વા ઈન્દ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? જિહ્વા ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં થનારા રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્‌! સ્પર્શન ઈન્દ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? સ્પર્શન ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શોમાં થનારા રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી સ્પર્શ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી તથા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.

Linked texts (1)