Uttarajjhayana 1573
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1573
- Language
- Gujarati
1573
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૧૪ થી ૫૧૭ + વિવેચન [૩૦/નિર્યુક્તિ-૫૧૪ થી ૫૧૭ + વિવેચન]
તપનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે થાય છે. નોઆગમથી દ્રવ્ય તપના ત્રણ ભેદ - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિરિક્ત પંચતપાદિ. ભાવતપ બે ભેદે છે - બાહ્ય અને અભ્યંતર. માર્ગ અને ગતિ બંને પૂર્વે કહેલ છે. ભાવમાર્ગ તે સિદ્ધિગતિ જાણવી. તપોમાર્ગગતિ આ અધ્યયનમાં બે ભેદે કહી છે. તેથી આ અધ્યયનને ‘તપમાર્ગગતિ’ જાણવું.
પંચતપ તે પંચાગ્નિ તપ. જેમાં ચારે દિશામાં ચારે તરફ અગ્નિ હોય અને પાંચમો સૂર્યતાપ. આદિ શબ્દથી લોકપ્રસિદ્ધ બીજા પણ મોટા તપ વગેરે ગ્રહણ કરવા.
અજ્ઞાન મળથી મલિનપણાથી તથાવિધ શુદ્ધિ, તે આનું દ્રવ્યત્વ જાણવું. બાહ્ય અને અભ્યંતર ભાવ તપ, અહીં વર્ણવીશું.
પૂર્વોદિષ્ટ - ‘મોક્ષમાર્ગ ગતિ’ નામક અધ્યયનમાં માર્ગને ગતિ શબ્દ કહેવાઈ ગયેલ છે. ભાવમાર્ગમાં મુક્તિપથથી તપોરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર અવિનાભાવી સંબંધથી ભાવતપ છે. - X - ભાવ માર્ગની ફળરૂપ ગતિ તે સિદ્ધિ-ગતિ - X - X - નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર - X - કહે છે.