Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1572

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1572

Language
Gujarati

1572

૦ ઓગણત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી. હવે ત્રીશમાનો આરંભ કરે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ કહ્યો. અહીં અપ્રમાદવાને તપ કરવો જોઈએ, તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધથી આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગદ્વાર પ્રરૂપણા પૂર્વવત્‌ યાવત્‌ નામ નિષ્પન્ન નિક્ષેપામાં તપોમાર્ગ ગતિ એ ત્રિપદ નામ છે. તેથી જ તે ત્રણ પદનો નિક્ષેપો કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે–

Linked texts (2)