Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1578

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1578

Language
Gujarati

1578

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૯૨ થી ૧૧૯૪ [૩૦/૧૧૯૨ થી ૧૧૯૪]
ઉક્ત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી રાગ-દ્વેષથી અર્જિત કર્મોને ભિક્ષુ કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળો.
કોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી ક્રમશઃ જેમ સૂકાઈ જાય છે... તે જ પ્રકારે સંયતના કરોડો ભવોના સંચિત કર્મ, પાપકર્મોને આવવાનો માર્ગ રોકવાથી અને તપથી નષ્ટ થાય છે.

Linked texts (1)