Uttarajjhayana 1584
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1584
- Language
- Gujarati
1584
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૯૭ થી ૧૨૦૧ [૩૦/૧૧૯૭ થી ૧૨૦૧]
[૧૧૯૭] અનશન તપ બે પ્રકારે છે-ઈત્વરિક અને મરણકાળ. તેમાં ઈત્વરિક સાવકાંક્ષ હોય અને મરણકાળ નિરવકાંક્ષ હોય છે.
[૧૧૯૮] સંક્ષેપથી ઈત્વરિક તપ છ પ્રકારે હોય છે - શ્રેણિતપ, પ્રતરતપ, ધનતપ, વર્ગતપ,
[૧૧૯૯] વર્ગ વર્ગતપ અને છઠ્ઠો પ્રકીર્ણતપ. આ પ્રમાણે મનોવાંછિત વિવિધ પ્રકારના ફળને દેનારો ઈત્વરિક અનશન તપ લેવો.
[૧૨૦૦] કાયચેષ્ટાના આધારે મરણકાળ સંબંધી અનશનના બે ભેદ છે – સવિચાર અને અવિચાર.
[૧૨૦૧] અથવા મરણકાળ અનશનના સપરિકર્મ અને અપરિકર્મ બે ભેદ છે. અવિચાર અનશનના નિર્હારી અને અનિર્હારી એ બે ભેદો પણ હોય છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit