Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1585

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1585

Language
Gujarati

1585

વિવેચન–૧૧૯૭ થી ૧૨૦૧
[૧૧૯૭] ઈત્વરક એટલે સ્વલ્પકાળ, નિયતકાળ અવધિક. અવસાન કાળ જેનો છે, તે મરણકાળ અર્થાત્‌ યાવજ્જીવ. ખવાય છે તે અનશન - સંપૂર્ણ આહાર. તે દેશથી કે સર્વથી અવિદ્યમાન હોય તેને અનશન કહે છે.
અનશન બે પ્રકારે છે - ઈત્વરિક તે અવકાંક્ષા સહિત હોય. જેમકે બે ઘટિકાદિ ઉત્તરકાળ ભોજનાભિલાષ રૂપથી વર્તે છે, તેથી સાવકાંક્ષ અને આકાંક્ષા જેમાંથી ચાલી ગયેલ છે તે નિરવકાંક્ષ - તે જન્મમાં ભોજનથી આકાંક્ષાનો અભાવ. - X - X - હવે ઈત્વરક અનશનના ભેદો કહે છે–
[૧૧૯૮] ઈત્વરક અનશન સંક્ષેપથી છ ભેદે છે, વિસ્તારથી ઘણાં ભેદે છે. તે છ ભેદ આ પ્રમાણે છે – શ્રેણિ એટલે પંક્તિ તેને આશ્રીને જે તપ તે શ્રેણિતપ. તે ઉપવાસ આદિ ક્રમથી કરાતા અહીં છ માસ સુધી ગ્રહણ કરાય છે. તથા શ્રેણિને શ્રેણિ વડે ગુણનાં પ્રતર કહેવાય છે. તેને આશ્રીને થાય તે પ્રતરતપ. (અહીં વૃત્તિકારશ્રીએ શ્રેણિ અને પ્રતરને સમજાવવા માટેની તપોવિધિ અને સ્થાપના બતાવેલ છે, પણ અમે તેનો અનુવાદ કરેલ નથી. કેમકે વર્તમાનમાં કરાતો શ્રેણિતપ અને આ વિધિ ભિન્ન છે, પ્રતર તપ તો અપ્રસિદ્ધ જ છે.)
ધન તપ - અહીં સોળપદ રૂપ પ્રતર, પદ ચતુષ્ટ્ય શ્રેણિથી ગુણતા ધન થાય છે. તેને આશ્રીને કરાતો તપ તે ‘ધન તપ’ કહેવાય.
- વર્ગ તપ - ધનને ધન વડે ગુણતા જે આવે તે વર્ગતપ જાણવો.
[૧૧૯૯] વર્ગ વર્ગ - જો ઉક્ત વર્ગને જ વર્ગ વડે ગુણવામાં આવે તો તે વર્ગ વર્ગ તપ કહેવાય છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર પદને આશ્રીને શ્રેણિ આદિ તપને સમજાવેલ છે. જેમ કે શ્રેણિ ૪, પ્રતર - ૧૬, ધન - ૧૬ X ૪ = ૬૪ વગેરે. એ પ્રમાણે વર્ગવર્ગ સુધી પાંચે પદોમાં ભાવના કરવી.
છઠ્ઠો તપ ‘પ્રકીર્ણ તપ’ કહેલો છે. જેમાં શ્રેણિ આદિ નિયત રચના રહિત સ્વશક્તિ અપેક્ષાથી યથા કથંચિત્‌ તપ કરાય છે. તે નમસ્કાર સહિતાદિ પૂર્વપુરુષ આચરિત યવમધ્ય, વજ્રમધ્ય, ચંદ્ર પ્રતિમા આદિ છે.
[૧૨૦૦] તે અનશનનો મરણાવસર ભેદ છે, તે બે પ્રકારે છે – તે તીર્થંકરાદિએ વિશેષથી કહેલ છે. તેના બે ભેદ કહ્યા - વિચાર સહિત અર્થાત્‌ ચેષ્ટાપૂર્વક વર્તે છે, તે સવિચાર અને તેનાથી વિપરીત તે અવિચાર.
વિચાર કાયા - વચન - મનથી ત્રણ ભેદે હોય છે, તેથી તેના વિશેષ પરિજ્ઞાન અર્થે કહે છે – કાયચેષ્ટા - ઉદ્વર્તન, પરિવર્તન આદિ કાય-પ્રવિચારને આશ્રીને થાય છે. તેમાં સવિચાર ભક્ત-પ્રત્યાખ્યાન અને ઈંગિની મરણ છે.
તેથી કહે છે – ભક્ત પ્રત્યાખ્યાનમાં ગચ્છ મધ્યવર્તી ગુરુએ આપેલ આલોચનાથી મરણને માટે ઉદ્યત થયેલો વિધિપૂર્વક સંલેખના કરીને પછી ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાન કરે. તે મૃદુ સંથારે બેસીને, શરીર, ઉપકરણાદિના મમત્વનો ત્યાગ કરીને સ્વયં જ નમસ્કાર બોલતો કે સમીપમાં રહેલા સાધુએ આપેલ નમસ્કારને ગ્રહણ કરતો છતી શક્તિએ સ્વયં ઉદ્વર્તે અને શક્તિ ન હોય તો બીજા પણ કંઈક કરે છે - X - X -.
એ જ પ્રમાણે ઈંગિનીમરણ પણ સ્વીકારીને શુદ્ધ સ્થંડિલે રહીને એકલો જ ચાર આહારના પ્રત્યાખ્યાન કરેલો, તે ભૂમિની છાયાથી ઉષ્ણ-ઉષ્ણ છાયામાં સ્વયં સંક્રમણ કરતો રહે - X - X - X -.
અવિચાર તે પાદપોપગમન. તેમાં સવ્યઘાત અને અવ્યઘાત ભેદથી બે ભેદે પણ વૃક્ષની માફક નિશ્ચેષ્ટપણે રહે છે. તેના વિધિ-દેવને અને યથાવિધિ ગુરુ આદિને વાંદીને તેમની પાસે સર્વે આહારના પ્રત્યાખ્યાન કરે છે. સમભાવમાં સ્થિત આત્મા થઈ સિદ્ધાંતમાં કહેલા માર્ગથી ગિરિગુફા આદિમાં જઈને પાદપોપગમન કરે છે. બધે અપ્રતિબદ્ધ થઈ, દંડાયત આદિ સ્થાનથી રહીને. યાવજ્જીવ વૃક્ષની સમાન નિશ્ચેષ્ટ રહે છે.
ફરી બીજા પ્રકારે તેના બે ભેદને કહે છે –
[૧૨૦૧] અથવા - બીજા પ્રકારે, પરિકર્મ સહિત એટલે કે સ્થાન, નિષદન, પડખાં ફેરવવા, વિશ્રામણ આદિ વડે જે વર્તે છે, તે સપરિકર્મ અને અપરિકર્મ, તેનાથી વિપરીત કહેલ છે. તેમાં સપરિકર્મ ભક્ત-પ્રત્યાખ્યાન અને ઈંગિની મરણ છે. તેમાં ભક્તપરિજ્ઞા સ્વયં કે અન્ય દ્વારા કરાતી બંને પણ અનુજ્ઞા છે. ઈંગિની મરણમાં પરવર્જિત અને ચાર આહાર ત્યાગ છે. સ્થાન, બેસવું, સૂવું આદિ જેમ સમાધિ રહે તેમ સ્વયં જ કરતો ઉપસર્ગ અને પરીષહોને સહન કરે છે.
અપરિકર્મમાં પાદપોપગમન મરણ છે. નિષ્પ્રતિકર્મતામાં જ ત્યાં જણાવેલ છે. આગમમાં પણ કહે છે કે - સમ અને વિષમ સ્થાને પડતો. વૃક્ષની જેમ નિષ્પ્રકંપ રહે છે. શરીરને નિશ્ચલ અને નિષ્પ્રતિકર્મ રાખે છે. જેમ વાયુ આદિ વડે વનસ્પતિનું ચલન થાય તેમ આ પણ બીજાના પુરુષાર્થથી અથવા પ્રત્યનિકો વડે ચલાવાય છે.
અથવા પરિકર્મ - સંલેખના, તે જેને હોય તે સપરિકર્મ, તેનાથી વિપરીત તે અપરિકર્મ. અવ્યાઘાતમાં આ ત્રણે સૂત્રાર્થ અને ઉભયમાં નિષ્ઠિત નિષ્પાદિત શિષ્ય સંલેખનાપૂર્વક ધારણ કરે છે. અન્યથા આર્ત્તધ્યાન સંભવે છે. - X - X - તે સપરિકર્મ કહેવાય છે. જ્યારે વ્યાઘાતમાં પર્વત, ભીંત આદિના પડવાના અભિઘાતાદિ રૂપમાં સંલેખનાને ધારણ ન કરીને ભક્ત-પ્રત્યાખ્યાનાદિ કરે છે, તે પરિકર્મ કહેવાય છે.
નિર્હરણ - ગિરિકંદરાદિમાં જઈને કે ગામ આદિની બહાર જઈને જે-જે સ્થાને થાય તે નિર્હારી, તેના સિવાયનું અનિર્હારી - X - આ બંને પ્રકાર પાદપોપગમન વિષયક છે. - X - X - X - X - પાદપોપગમન કહ્યું.
આહાર - અશનાદિ, તેનો છેદ કરવો. આહારનો છેદ બંને પણ - સપરિકર્મ કે અપરિકર્મમાં અથવા નિર્હારી અને અનિર્હારિમાં સમાન જ છે. બંનેમાં આહારનો છેદ તુલ્યપણે છે. આ પાંચ સૂત્રોનો અર્થ કહ્યો.
અનશન તપ જણાવીને હવે ‘ઉણોદરતા’ તપ કહે છે –

Linked texts (2)