Uttarajjhayana 1589
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1589
- Language
- Gujarati
1589
વિવેચન–૧૨૧૩
આઠ પ્રકારના પ્રધાન આધાકર્માદિના પરિહારથી, તે આ ગાયની જેમ ચરવું - ઉચ્ચ નીચ કુળોમાં વિશેષથી પર્યટન તે અષ્ટવિધાગ્ર ગોચર. તથા સાત જ એષણા અભિગ્રહણ કરાય તે અભિગ્રહ. જે આનાથી અતિરિક્ત છે, તે ભિક્ષાચર્યાના વિષયપણાથી ભિક્ષાચર્યા વૃત્તિ સંક્ષેપ એવા બીજા નામથી કહેલ છે. અહીં આઠ પ્રધાન ગોચર ભેદો - પેડા આદિ ઉમેરવા.
સાત એષણામાં આ પ્રમાણે – સંસક્ત, અસંસક્ત, ઉદ્ધડ, અલ્પલેપા, ઉગ્ગહિયા, પગ્ગહિયા ને ઉજ્ઝિતધર્મા એ સાત છે.
અભિગ્રહો - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક છે. તેમાં દ્રવ્ય અભિગ્રહ - ભાલાના અગ્રભાગે રહેલા મંડક આદિ જ લઈશ, ઈત્યાદિ. ક્ષેત્રથી અભિગ્રહ - ઉંબરા ઉપર રહીને જો આપે ઈત્યાદિ. કાળથી અભિગ્રહ - બધાં ભિક્ષચરો ચાલી ગયા પછી મારે ગૌચરી માટે નીકળવું. ભાવાભિગ્રહ - તે હસતા કે રોતા કે તેવા કોઈ ભાવમાં આપે તો મારે લેવું તે. ભિક્ષાચર્યા તપ કહ્યો, હવે રસ પરિત્યાગ કહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati