Uttarajjhayana 1595
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1595
- Language
- Gujarati
1595
વિવેચન–૧૨૧૬
એકાંત - લોકો વડે અનાકુળ, અનાપાત - સ્ત્રી આદિ આપાત રહિત, સ્ત્રી, પશુ આદિ રહિત શૂન્ય ગૃહાદિમાં શયન - આસનનું સેવવું તે વિવિક્ત શયનાસન નામે બાહ્ય તપ કહેવાય છે. અહીં એષણીય ફલકાદિ ગ્રહણ કરવા તથા આના વડે વિવિક્ત ચર્યા સંલીનતા કહી છે. - X -
આ શેષ સંલીનતાનું ઉપલક્ષણ છે. આનું પ્રાધાન્ય હોવાથી સાક્ષાત્ કહેલ છે. તેનું પ્રાધાન્ય તેના ઈન્દ્રિય સંલીનતાના ઉપકારીપણાથી છે.
આ સંલીનતા ચાર ભેદે છે – (૧) ઈન્દ્રિય સંલીનતા - શ્રોત આદિ ઈન્દ્રિયો વડે મનોજ્ઞ - અમનોજ્ઞ શબ્દાદિમાં રાગ કે દ્વેષ ન કરવો તે. (૨) કષાય સંલીનતા - તેના ઉદયનો નિરોધ અને ઉદયમાં આવેલ કષાયનું વિફળ કરવું તે. (૩) યોગ સંલીનતા - અકુશલ મનોયોગાદિનો નિરોધ અને કુશલ મનોયોગોની ઉદીરણા.
ઉક્ત અર્થનો જ ઉપસંહાર કરતા ઉત્તરગ્રંથ સંબંધ જણાવે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati