Uttarajjhayana 1599
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1599
- Language
- Gujarati
1599
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૧૯ થી ૧૨૨૪ [૩૦/૧૨૧૯ થી ૧૨૨૪]
[૧૨૧૯] આલોચનાર્હ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે.
[૧૨૨૦] અભ્યુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રૂષા આને વિનયતપ જાણવો.
[૧૨૨૧] આચાર્ય આદિ સંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્ત્યનું યથાશક્તિ આસેવન કરવું તે વૈયાવચ્ચ તપ.
[૧૨૨૨] વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદે સ્વાધ્યાય કહેલ છે.
[૧૨૨૩] આર્ત્ત અને રૌદ્રને છોડીને, સુસમાહિત થઈને જે ધર્મ અને શુક્લ ધ્યાનને ધ્યાવવું, તેને જ્ઞાનીજનો તપ કહે છે.
[૧૨૨૪] શયન, આસન, સ્થાનમાં જે ભિક્ષુ શરીરથી વ્યર્થ ચેષ્ટા કરતો નથી, તે શરીરનો વ્યુત્સર્ગ, તે છઠ્ઠો તપ કહેલ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit