Uttarajjhayana 1600
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1600
- Language
- Gujarati
1600
વિવેચન–૧૨૧૯ થી ૧૨૨૪
આલોચના - પ્રકાશવું, ખુલ્લુ કરવું વગેરે. તેને યોગ્ય તે આલોચનાર્હ. જે પાપ આલોચના વડે શુદ્ધ થાય તે અહીં પ્રતિક્રમણાર્હ આદિ પણ લેવા. - X - X - આવા પાપોને આલોચનાદિ વિષયક જાણવા. - X - X - તે દશવિધ પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે – આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય, પારાંચિત. જેને ભિક્ષુ વહન કરે છે - આસેવન કરે છે, તે સમ્યક્ આસેવનને પ્રાયશ્ચિત્ત કહે છે.
વિનય - અભ્યુત્થાનાદિ૦ આસનદાન - પીઠ આદિનું દાન. ગુરુભક્તિ - ગૌરવને યોગ્ય ભક્તિ. ભાવ - અંતઃકરણ, તેના વડે શુશ્રૂષા - તેમની આજ્ઞા પ્રતિ સાંભળવાની ઈચ્છા કે પર્યુપાસના તે ભાવ શુશ્રૂષા.
વૈયાવૃત્ય - આચાર્ય આદિના વિષયમાં વ્યાપૃત ભાવ તે વૈયાવચ્ચ - ઉચિત આહારાદિનું સંપાદન. તે દશ ભેદ આ છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ. તેમના વિષયમાં અનુષ્ઠાન, સ્વસામર્થ્યને અતિક્રમ્યા વિના કરવું તે વૈયાવચ્ચ.
સ્વાધ્યાય - વાચનાદિ પાંચ ભેદો કહેલાં છે.
ધ્યાન - તેમાં આર્ત્ત - દુઃખમાં થાય તે. રૌદ્ર - બીજાને રડાવે તે, પ્રાણીવધાદિમાં પરિણત આત્માનું આ કર્મ. આ બંને ધ્યાનનો ત્યાગ કરવો. ધર્મ - ક્ષમા આદિ દશ લક્ષણ. શુક્લ - નિર્મળ, સર્વે મિથ્યાત્વ આદિ મળના વિલિન થવાથી જે શુભ છે અથવા આઠ પ્રકારના કર્મો, તેનો નિરાસ કરે છે તેથી શુક્લ. આ સ્થિર અધ્યવસાન રૂપ ધર્મ અને શુક્લ ધ્યાન - જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન નામે તપ કહ્યો.
વ્યુત્સર્ગ - શયન એટલે જેમાં સૂવાય તે, સંથારો આદિ જેમાં ભર્છુ શરીર રખાય છે. આસન એટલે જેમાં બેસાય તે. સ્થાન - ઉર્ધ્વસ્થાન ઈત્યાદિમાં ભિક્ષુ ચલન આદિ ક્રિયા ન કરે. તે ભિક્ષુને શરીરને ચેષ્ટાનો પરિત્યાગ જાણવો. તેમ તીર્થંકરાદિએ કહેલ છે. - X - X - હવે અધ્યયનના ઉપસંહારાર્થે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati