Uttarajjhayana 1604
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1604
- Language
- Gujarati
1604
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૧૮ થી ૫૨૧ + વિવેચન [૩૧/નિર્યુક્તિ-૫૧૮ થી ૫૨૧ + વિવેચન]
‘ચરણ’ નો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં ‘દ્રવ્ય ચરણ’ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય ચરણ ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્વ્યતિરિક્ત - ગતિ ભિક્ષાદિ. આચરણમાં આ ચરણ તે ભાવાચરણ જાણવું. વિધિ નો નિક્ષેપો ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી બે ભેદે, નોઆગમથી ત્રણ ભેદે, તેમાં તદ્વ્યતિરિક્ત તે ઈન્દ્રિય અર્થોમાં છે. ભાવ વિધિ બે ભેદે છે - સંયમ યોગ અને તપ.
ગાથાર્થ કહ્યો - વિશેષ આ પ્રમાણે – ગતિ એટલે ગમન. ભિક્ષા - ભક્ષણ - X - X - X - આચરણ - જ્ઞાનાદિ આચારમાં સિદ્ધાંતમાં કહેલ અનુષ્ઠાન વિચારતા ‘ચરણ’ વિશેષણ જાણવું. તથા ઈન્દ્રિય - સ્પર્શન આદિ તેના વિષયો તે સ્પર્શ આદિ. તેમાં જે વિધિ - અનુષ્ઠાનનું સેવન - X - ભાવ વિધિ પણ બે ભેદે છે – સંયમ વ્યાપાર અને અનશનાદિ અનુષ્ઠાનરૂપ તપ. અહીં ‘ચરણ સેવન’ એ જ ભાવ વિધિ છે. હવે તેને દર્શાવે છે –