Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1621

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1621

Language
Gujarati

1621

વિવેચન–૧૨૪૮
જ્ઞાન - આભિનિબોધિકાદિના, સંપૂર્ણ અને પાઠાંતરથી અવિતથના પ્રભાસન અર્થાત્‌ નિર્મલીકરણ વડે. આના વડે જ્ઞાનાત્મક મોક્ષ હેતુ કહ્યો.
અજ્ઞાન - મતિ અજ્ઞાનાદિ, મોહ - દર્શન મોહનીય. આ અજ્ઞાન અને મોહનો પરિહાર. મિથ્યાશ્રુત શ્રવણ અને કુદૃષ્ટિ સંગ પરિત્યાગાદિ વડે કરવો. આના વડે તેને જ સમ્યગ્‌દર્શન રૂપ કહ્યો.
તથા ઉક્તરૂપ રાગ-દ્વેષના વિનાશથી, તેના જ ચારિત્રપણાનું અભિધાન છે. રાગ-દ્વેષના જ કષાય રૂપત્વથી તેના ઉપઘાતકત્વનું અભિધાન છે. તેનો આ અર્થ છે - સમ્યગ્‌દર્શન જ્ઞાન ચારિત્ર વડે એકાંત સુખ એવો મોક્ષ પ્રાપ્ત કરે છે. આ દુઃખના પ્રમોક્ષના અવિનાભાવીથી ઉપલક્ષિત છે.
જ્ઞાનાદિ વડે દુઃખનો પ્રમોક્ષ છે, આનો પ્રાપ્તિ હેતુ શો છે?

Linked texts (2)