Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1623

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1623

Language
Gujarati

1623

વિવેચન–૧૨૪૯
આ જે અનંતર મોક્ષ ઉપાય કહ્યો. અનંતર કહેવાનાર માર્ગની પ્રાપ્તિનો હેતુ, જે યથાવત્‌ શાસ્ત્રાભિધાયક ગુરુ અને શ્રુત કે પર્યાયાદિ વૃદ્ધ છે તેની સેવા - પર્યુપાસના કરવી. આ ગુરુકૂળવાસનું ઉપલક્ષણ છે. તેમાં જ્ઞાનાદિ સુપ્રાપ્ય થાય છે. - X - X - ગુરુકુળવાસ હોવાથી કુસંસર્ગ થતો જ નથી. પાર્શ્વસ્થાદિનો વિશેષથી પરિહાર કરવો. કેમકે તેનો અલ્પ પણ સંગ મહાદોષના નિબંધનત્વથી અભિહિત છે. તેનો પરિહાર કર્યા પછી પણ સ્વાધ્યાય તત્પરતા વિના જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થાય.
સ્વાધ્યાય અર્થે એકાંતમાં - બીજા વ્યાસંગના પરિહાર રૂપથી રહેવું. તેવું નિવેશન મન, વચન, કાયાનું હોય છે. સ્વાધ્યાયની એકાંત નિવેષણા એટલે નિશ્ચય થકી અનુષ્ઠાન. તેમાં અનુપ્રેક્ષા જ પ્રધાનપણે હોવાથી સૂત્ર અને અર્થની ચિંતવના કરવી. આ પણ ચિત્તના સ્વાસ્થ્ય વિના જ્ઞાનાદિ લાભ ન આવે, તેથી કહે છે - ધૃતિ અર્થાત્‌ ચિત્ત સ્વાસ્થ્ય કે મનને અનુદ્વિગ્ન રાખવું. આવા જ્ઞાનાદિ માર્ગની આવી અભિલાષા કઈ રીતે કરવી?

Linked texts (2)