Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1629

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1629

Language
Gujarati

1629

વિવેચન–૧૨૫૨ થી ૧૨૫૪
જે પ્રકારે ઈંડાથી બગલી - પક્ષી વિશેષની ઉત્પત્તિ છે અને બગલીથી ઈંડાની ઉત્પત્તિ છે, આ બંનેની પરસ્પર ઉત્પત્તિ સ્થાનતા છે, એ જ પ્રકારે મોહ અર્થાત્‌ આત્માને મૂઢતા પ્રતિ લઈ જાય તે મોહ - અજ્ઞાન, તે મિથ્યાત્વદોષ દુષ્ટ જ્ઞાન જ લેવું. આયતન - ઉત્પત્તિ સ્થાન જેનું છે તે મોહાયતના જ તૃષ્ણા કહેવાય છે. મોહના અભાવમાં અવશ્ય તૃષ્ણાનો ક્ષય થાય છે. તૃષ્ણાયતના તે મોહ છે. તૃષ્ણા ના હોવાથી મૂર્ચ્છા છે, તે અત્યંત દુસ્ત્યાજ્ય અને રાગપ્રધાન છે. રાગ હોય ત્યાં દ્વેષ પણ સંભવે છે. એ રીતે તૃષ્ણાના ગ્રહણથી રાગ અને દ્વેષ કહેલાં છે. આ અનંતાનુબંધી કષાય રૂપ છે, તેની સત્તામાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય છે. તેથી જ ઉપશાંત કષાય વીતરાગને પણ મિથ્યાત્વગમન સંભવે છે. તેમાં મોહ અજ્ઞાનરૂપ છે, તે સિદ્ધ થાય છે. - X -
હવે આના દુઃખ હેતુત્વને કહે છે. રાગ - એ માયા અને લોભરૂપ છે. દ્વેષ એ ક્રોધ અને માન સ્વરૂપ છે. કર્મ - જ્ઞાનાવરણાદિ, તેનું બીજ - કારણ તે કર્મબીજ. તે મોહથી ઉત્પન્ન થાય માટે ‘મોહપ્રભવ’ કહ્યું.
જન્મ અને મરણ તેનું મૂળ - કારણ કર્મ છે. દુઃખ - સંસારમાં અસાતા, આ જન્મ અને મરણ જ અતિશય દુઃખને હણીને દુઃખને કઈ રીતે હણે? મોહની વિદ્યમાનતા ન રાખીને. અર્થાત્‌ મોહના અભાવે દુઃખનો અભાવ છે. આ પ્રમાણે બધું જ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જ જાણવું. - X - X - X - X -
આ પ્રમાણે મોહ આદિ એ દુઃખના હેતુઓ છે. તેના હનન માટેનો ઉપાય શું આ જ છે કે બીજો પણ કંઈ છે? એવી આશંકાથી સવિસ્તર તેના ઉન્મૂલનો ઉપાય બતાવવાને માટે આમ કહે છે –

Linked texts (2)