Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1628

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1628

Language
Gujarati

1628

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૫૨ થી ૧૨૫૪ [૩૨/૧૨૫૨ થી ૧૨૫૪]
જે પ્રકારે ઈંડાથી બગલી ઉત્પન્ન થાય અને બગલીથી ઈંડુ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મોહનું જન્મસ્થાન તૃષ્ણા છે, તૃષ્ણાનું જન્મસ્થાન મોહ છે... કર્મના બીજ રાગ અને દ્વેષ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. તે કર્મ જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ મરણ જ દુઃખ છે... જેને મોહ નથી તેણે દુઃખને સમાપ્ત કરી દીધેલ છે. જેને તૃષ્ણા નથી તેણે મોહને હણી નાંખ્યો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણાનો નાશ કરેલ છે. જેની પાસે કંઈ નથી - અકિંચત છે, તેણે લોભને હણેલો છે.

Linked texts (1)