Uttarajjhayana 1647
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1647
- Language
- Gujarati
1647
વિવેચન–૧૩૫૧
વિકારની આપત્તિ પછી, તેને વિષય સેવન અને પ્રાણી હિંસાદિ પ્રયોજનો ઉત્પન્ન થાય છે. તે જીવને અતિદુસ્તર એવા સમુદ્ર જેવા મોહરૂપી સમુદ્રમાં ડૂબાડવાને માટે સમર્થ હોય છે. અર્થાત્ જે મોહસમુદ્રમાં ડૂબેલ એવા જીવો કહે છે તે ઉત્પન્ન વિકારપણાથી મૂઢ એવો વિષયા-સેવનાદિ પ્રયોજનોથી વધારે મૂઢ થાય છે. કેવા પ્રકારનાને અને શા માટે આવા પ્રયોજનો ઉત્પન્ન થાય છે? તે કહે છે –
સુખના અભિલાષી એવા તે દુઃખના પરિહાર કે વિમોચનને માટે સુખની ઈચ્છામાં જ દુઃખ પરિહારને માટે વિષય સેવનાદિ પ્રયોજનો સંભવે છે. ઉક્તરૂપ પ્રયોજનના નિમિત્તથી જ તેની પ્રવૃત્તિ કરવામાં તેઓ ઉત્સાહિત થાય છે. પછી રાગી કે દ્વેષી થઈને જ સકલ અનર્થની પરંપરા સર્જે છે.
રાગદ્વેષવાળાને કેમ સકલ અનર્થોની પરંપરા કહી છે?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati