Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1649

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1649

Language
Gujarati

1649

વિવેચન–૧૩૫૨
વિરક્ત - રાગરહિત અને ઉપલક્ષણથી દ્વેષ રહિતને શબ્દાદિ ઈન્દ્રિય અર્થ કે વર્ણાદિ, જેટલાં પણ આ લોકમાં પ્રસિદ્ધ છે, તે બધાં ભેદો મનુષ્યને મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને ઉત્પન્ન કરતાં નથી. પરંતુ રાગદ્વેષવાળાને જ તે ઉત્પન્ન કરે છે. સ્વરૂપથી આ રૂપાદિ, આત્માને મનોજ્ઞતા કે અમનોજ્ઞતા કરવાને સમર્થ નથી. પણ તે રાગી કે દ્વેષી એવા અધ્યવસાયના સ્વીકારથી થાય છે. - X - X -
વીતરાગને તેના નિર્વર્તન હેતુના અભાવથી કઈ રીતે આ મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને નિવર્તે છે? તેના અભાવમાં કઈ રીતે વિષયસેવન, આક્રોશદાનાદિ પ્રયોજનોની ઉત્પત્તિ થાય? આ રીતે મનોજ્ઞત્વ અને અમનોજ્ઞત્વમાં સમ હોય તેને રૂપ આદિનું અકિંચિતકરપણું કહ્યું.
રાગદ્વેષ મોહાદિના અતિ દુષ્ટત્વથી ઉદ્ધારણના ઉપાયોનું નિરૂપણ કરીને હવે ત્યાં જો ‘અપાય’ એવો પાઠ સ્વીકારીએ ત્યારે રસ-નિવેષણાદિ અપાયને જણાવીને ઉપસંહાર કહે છે –

Linked texts (2)