Uttarajjhayana 1661
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1661
- Language
- Gujarati
1661
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૩૧ થી ૫૩૬ + વિવેચન [૩૩/નિર્યુક્તિ-૫૩૧ થી ૫૩૬ + વિવેચન]
કર્મનો નિક્ષેપો ચાર ભેદે છે. તે નામાદિ ચારમાં દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ છે, તેમાં નોઆગમથી કર્મ દ્રવ્યના જ્ઞશરીર આદિ ત્રણ ભેદો છે. તેમાં તદ્વ્યતિરિક્ત કર્મ દ્રવ્યના કર્મ અને નોકર્મ બે ભેદો છે. નોકર્મ દ્રવ્યકર્મ તે લેપકર્મ આદિ જાણવા. ભાવમાં આઠ પ્રકારના કર્મોનો ઉદય જાણવો. ‘પ્રકૃતિ’નો નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે. ઈત્યાદિ પૂર્વવત્૦
ઉક્ત છ ગાથામાં જ્ઞાનાવરણાદિનો ઉદય - વિપાક, તેનો અભાવ તે અનુદય કહેવાય. અનુદયાવસ્થામાં કર્મ જ કર્મના કાર્યના અકરણથી તે તદ્વ્યતિરિક્ત દ્રવ્યકર્મ કહેવાય. નોદ્રવ્યકર્મ તે લેપ્યકર્મ, કાષ્ઠ કર્માદિને જાણવા. આની નોકર્મતા જ્ઞાનાવરણાદિ કર્મના અભાવરૂપથી છે. દ્રવ્યકર્મતા તે દ્રવ્યના - પ્રતિમાદિના ક્રિયમાણત્વથી છે.
ભાવમાં વિચરતા અનુક્રમે કર્મનો ઉદય જાણવો. તે આઠ પ્રકારના કર્મનો કહ્યો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોની ઉદયાવસ્થા તે ભાવકર્મ છે. કેમકે તેના જ કર્મકાર્ય કરણથી છે. પ્રકૃતિ નિક્ષેપમાં - મૂળ પ્રકૃતિ આદિ રૂપ કર્મનો અનુદય તે તદ્દ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યપ્રકૃતિ છે. નોકર્મદ્રવ્ય ગ્રહણ પ્રાયોગ્ય૦ - X - X - ઈત્યાદિ. ભાવમાં વિચારતા મૂળ અને ઉત્તર કર્મપ્રકૃતિનો ઉદય-વિપાક કહે છે. હવે સૂત્ર કહે છે–