Uttarajjhayana 1665
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1665
- Language
- Gujarati
1665
વિવેચન–૧૩૫૯, ૧૩૬૦
(૧) જેના વડે જણાય તે જ્ઞાન - અવબોધ, તેને વસ્ત્રની જેમ આચ્છાદિત કરે તે આવરણીય એવું જ્ઞાનાવરણીય. (૨) જેના વડે દેખાય તે દર્શન - સામાન્ય અવબોધ, તે પ્રતીહારની માફક રામના દર્શન કરતા જેના વડે અટકાવે તેવું દર્શનાવરણીય. (૩) સુખદુઃખની જેમ અનુભવાય કે વેદાય તે વેદનીય - મધ વડે લિપ્ત તલવારની ધાર ચાટવા સમાન. (૪) મોહનીય - જાણવા છતાં મોહ પામે તે, મદ્યપાનવત્ ચિત્તાજનન.
(૫) આયુ - સ્વકૃત કર્મો વડે પ્રાપ્ત નરકાદિથી નીકળવા ઈચ્છતા આત્માને બેડી જેમ બંધક કર્મ. (૬) નામ - આત્માને ગતિ આદિ વિવિધ ભાવાનુભવ પ્રતિ નમાવે છે, ચિત્રકારની જેમ હાથી-ઘોડાના ભાવ પ્રતિ રેખા કરે છે તેવું. (૭) ગોત્ર - ઉચ્ચનીય શબ્દથી બોલાતું, આત્માને ચાકડા માફક ભમાડાતું કર્મ. (૮) અંતરાય - દાતા પ્રતિ ગ્રાહકનું અંતર, ભંડારીની જેમ વિઘ્ન હેતુપણે વર્તે છે તે કર્મ. આ રીતે આઠ કર્મો સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી તો જેટલાં જીવભેદ છે. તેના પ્રત્યે તેટલા અર્થાત્ અનંત ભેદો છે.
- X - X - જ્ઞાનના પ્રાધાન્યથી પહેલું કથન જ્ઞાનાવરણનું કર્યું. પછી દર્શનાવરણ, પછી એકવિધ બંધક કેવલીને પણ સાતાનો બંધ હોવાથી વેદનીયનું, પછી પ્રાયઃ સંસારીને થતાં રાગદ્વેષને કારણે મોહનીયનું એ રીતે - X - X - X - આયુનું, નામનું, ગોત્રનું, અંતરાય કર્મનું કથન કર્યું છે.
આ પ્રમાણે કર્મોની મૂળ પ્રકૃતિ કહીને કર્મનું કથન કર્યું છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati