Uttarajjhayana 1666
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1666
- Language
- Gujarati
1666
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૬૧ થી ૧૩૭૨ [૩૩/૧૩૬૧ થી ૧૩૭૨]
[૧૩૬૧] જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે-શ્રુત, આભિનિબોધિક, અવધિ, મન અને કેવલ (પાંચે સાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.)
[૧૩૬૨, ૧૩૬૩] નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને સ્ત્યાનગૃદ્ધિ તે પાંચમી... ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શના-વરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદો છે.
[૧૩૬૪] વેદનીય કર્મના બે ભેદ - સાતા અને અસાતા. સાતા અને અસાતા વેદનીયના અનેક ભેદો છે.
[૧૩૬૫ થી ૧૩૬૮] મોહનીય કર્મના પણ બે ભેદો છે - દર્શન અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના ત્રણ ભેદ અને ચારિત્ર-મોહનીયના બે ભેદ છે... દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ છે - સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય... ચારિત્ર મોહનીયના બે ભેદ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય કર્મના નવ ભેદો છે.
[૧૩૬૯] આયુકર્મના ચાર ભેદ છે - નૈરયિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ.
[૧૩૭૦] નામ કર્મના બે ભેદ છે - શુભ નામ અને અશુભ નામ. શુભ નામ અને અશુભ નામના પણ ઘણાં ભેદો છે.
[૧૩૭૧] ગોત્ર કર્મના બે ભેદો છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર આઠ ભેદે છે અને નીચ ગોત્ર પણ આઠ ભેદે છે.
[૧૩૭૨] સંક્ષેપથી અંતરાય કર્મના પાંચ ભેદો છે - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit