Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1667

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1667

Language
Gujarati

1667

વિવેચન–૧૩૬૧ થી ૧૩૭૨
[૧૩૬૧] જ્ઞાનાવરણીયના પાંચ ભેદ કહ્યા. આવાર્યના ભેદથી આવરણના ભેદ કહ્યા છે. જે મતિ જ્ઞાનાવરણીય આદિ પૂર્વે મોક્ષ માર્ગ અધ્યયનમાં કહેલો છે.
[૧૩૬૨] ઉંઘ આવવી તે નિદ્રા, તે અહીં સુખેથી જાગી શકાયના અર્થમાં છે. નિદ્રાનિદ્રા - દુઃખે જાગી શકાય તેવી છે, માટે બે વખત ઉચ્ચારણ કર્યું. પ્રચલા - બેઠા બેઠા પણ ઉંઘે. પ્રચલા પ્રચલા - પ્રચલા કરતા પણ અતિશયવાળી છે, ચાલતા ચાલતા પણ ઉંઘે. છેલ્લે સ્ત્યાનગૃદ્ધિ - તે પ્રકૃષ્ટતર અશુભ અનુભાવપણાથી. તેનાથી પણ ઉપરિવર્તિની છે તેમાં સ્ત્યાન - સંહત ઉપચિત, ઋદ્ધિ-ગૃદ્ધિ. તેના ઉદયમાં વાસુદેવના બળ કરતાં અડધું બળ પ્રબળ રાગ-દ્વેષ ઉદયવાળાને ઉપજે છે.
[૧૩૬૩] ચક્ષુ વડે રૂપ સામાન્ય ગ્રહણમાં ચક્ષુર્દર્શન, ચક્ષુ સંદેશ બાકીની ઈન્દ્રિય અને મનમાં તેનું દર્શન તે અચક્ષુર્દર્શન. અવધિ વડે રૂપી દ્રવ્યોનું સામાન્યથી ગ્રહણ તે અવધિદર્શન તથા કેવલદર્શન - સર્વે દ્રવ્ય પર્યાયોનો સામાન્ય અવબોધ. તેના આચરણના ચાર ભેદથી ચક્ષુર્દર્શ-નાવરણ આદિ ચાર ભેદો થાય. આ નવ ભેદે દર્શનાવરણ જાણવું.
[૧૩૬૪] વેદનીય - આહ્લાદકત્વથી આસ્વાદાય છે તે સાતા-સુખ, તે શારીરિક અને માનસિક હોય. તેને બંધાવનાર કર્મ. અસાતા - તેનાથી વિપરીત કહેલ છે. સાતા વેદનીયના ઘણાં ભેદો કહેલા છે, તેના હેતુભૂત અનુકંપાદિ ઘણાં ભેદપણાથી છે. એ પ્રમાણે અસાતાના પણ ઘણાં ભેદ છે. જેમકે દુઃખ, શોક, આતાપ આદિથી તેનું બહુવિધત્વ છે.
[૧૩૬૫] મોહનીય કર્મના બે ભેદ છે - વિષયથી તેનું દ્વૈવિધ્ય કહે છે. દર્શન - તત્વરુચિ રૂપ, ચરણ - ચારિત્ર. તેથી દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન વિષયક મોહનીય ત્રણ ભેદે કહેલ છે. ચરણ વિષયક મોહનીય બે ભેદે કહેલ છે.
[૧૩૬૬] દર્શન મોહનીયના ત્રણ ભેદ - સમ્યગ્‌ ભાવ તે સમ્યક્‌ત્વ - શુદ્ધદલિક રૂપ, જેના ઉદયમાં પણ તત્વરુચિ થાય. મિથ્યાભાવ તે મિથ્યાત્વ - અશુદ્ધ દલિક રૂપ છે, તેથી તત્ત્વમાં અને અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ ઉપજે છે. સમ્યગ્‌ મિથ્યાત્વ અર્થાત્‌ મિશ્રમાં શુદ્ધાશુદ્ધદલિક રૂપ છે, તેનાથી જીવોને ઉભય સ્વભાવના થાય છે. આ ત્રણ પ્રકૃતિ કહી.
[૧૩૬૭] ચારિત્રમાં જેના વડે મોહ ઉત્પન્ન થાય તે ચારિત્ર મોહનીય કર્મ. જેનાથી શ્રદ્ધા કરવા છતાં તેના ફળાદિને સ્વીકારતો નથી - પામતો નથી. શ્રુતધરો વડે આ બે ભેદ કહેવાયેલ છે. ચારિત્ર મોહનીયને પણ બે ભેદે કહેલ છે - કષાય એટલે ક્રોધ આદિ રૂપે જે વેદાય છે તે કષાય વેદનીય. નોકષાય - તે કષાયના સહવર્ત્તી એવા હાસ્યાદિ, તે રૂપે વેદાય તે નોકષાય વેદનીય.
[૧૩૬૮] કષાય વેદનીયના સોળ પ્રકારો છે. કષાયથી જન્મે છે તે કષાયજ અર્થાત્‌ કષાય વેદનીય. આના સોળ ભેદ આ રીતે – ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેના પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ ચાર-ચાર ભેદો છે. નોકષાયના ભેદ સાત - હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. જે વેદની વિવક્ષા પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ આ પ્રમાણે ત્રણ ભેદો કરીએ તો કુલ નવ ભેદો થશે.
[૧૩૬૯] નૈરયિકાયુ, તેમાં નિરય - નીકળી ગયેલ છે, શું? ત્યાં ઉત્પન્ન થયેલને ઈષ્ટફળદા નથી. અર્થાત્‌ સદ્‌વેદનાનો અભાવ. આવી નિરય - નરકમાં થયેલ તે નૈરયિકાયુ. તીરછા જાય છે તે તિર્યંચ, એ વ્યુત્પત્તિ નિમિત્ત છે. પ્રવૃત્તિ નિમિત્તથી તિર્યંચગતિ નામકર્મથી તિર્યંચ - તે એકેન્દ્રિયાદિ છે. તેમની સ્થિતિ તે તિર્યંચાયુ. મનુના અપત્યો તે મનુષ્યો, તેનું આયુ તે મનુષ્યાયુ. તેના ભાવ અવસ્થિતિ હેતુપણાથી જ દેવો - તેમનું આયુ તે દેવાયુ.
[૧૩૭૦] નામ કર્મ બે ભેદે છે – (૧) જેના વડે બધી અવસ્થામાં આત્મા શોભે છે, તે શુભ નામ. (૨) અશુભ નામ - શુભ નામથી વિપરીત. આ શુભ અને અશુભના પણ ઘણાં ભેદો છે. ઉત્તર ભેદથી શુભ નામના અનંતભેદત્વ છે, તો પણ વિમધ્યમ વિવક્ષાથી ૩૭ ભેદો કહ્યા છે. - ૧ થી ૧૦ - મનુષ્ય ગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, આહારક એ પાંચ શરીર. સમચતુરસ્ર સંસ્થાન, વજ્ર ઋષભનારાચ સંઘયણ. - ૧૧ થી ૨૦ - ઔદારિક, વૈક્રિય, આહારક, અંગોપાંગ, પ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ. - ૨૧ થી ૨૫ - પરાઘાત, ઉચ્છ્‌વાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્ત વિહાયોગતિ. - ૨૬ થી ૩૬ - ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આદેવ, યશોકીર્તિ અને નિર્માણ. - ૩૭ - તથા તીર્થંકર નામકર્મ. આ બધી શુભાનુભાવથી શુભ જાણવી.
અશુભ નામકર્મ પણ વિમધ્યમ વિવક્ષાથી ૩૪ ભેદવાળી છે. - ૧ થી ૧૧ - નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય જાતિ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા અને સેવાર્ત્ત એ પાંચ સંઘયણ. - ૧૨ થી ૨૦ - ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુબ્જ, હુંડક એ પાંચ સંસ્થાન, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર. - ૨૧ થી ૩૪ - નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, સૂક્ષ્મ, સાધારણ, અશુભ નારકત્વાદિના બંધક હોવાથી અશુભ છે.
અહીં બંધન, સંઘાત, વર્ણાદિ અવાંતર ભેદોની પૃથક્‌ વિવક્ષા ન હોવાથી સંખ્યાતિક્રમ ન કહેવો.
[૧૩૭૧] ગોત્ર કર્મ - ઉચ્ચ અને નીચ. તે બંનેના પણ આઠ-આઠ ભેદો કહેલા છે. તેમાં જાતિનો અમદ આદિ આઠ ઉચ્ચ ગોત્રના બંધન હેતુઓ છે. તે જ જાતિનો મદ આદિ આઠ નીચ ગોત્રના હેતુઓ છે. આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રનો સાક્ષીપાઠ પણ મળે છે.
[૧૩૭૨] દેવાય તે દાન, પ્રાપ્ત થાય તે લાભ. એક વખત ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે ઉપભોગ. તેમાં વિશેષથી ચેષ્ટા થાય જેનાથી તે વીર્ય. એ બધામાં અંતરાય - વિઘ્ન જોડવું. વિષયના ભેદથી આ અંતરાય પાંચ ભેદે સંક્ષેપથી કહેલ છે. તેમાં દાનાંતરાય હોય ત્યારે વિશિષ્ટ ગ્રહણ કર્તા હોય, દેય વસ્તુ હોય, તેનું ફળ પણ જાણતો હોય છતાં પણ દાન પ્રવૃત્તિ હણાય તે દાનાંતરાય. વિશિષ્ટ દાતા હોય, નિપુણ રીતે યાચેલ હોય, પણ ઉપલબ્ધિનો ઉપઘાત થાય તે લાભાંતરાય. ભોગાંતરાયમાં વૈભવ આદિ પ્રાપ્ત થવા છતાં જેના કારણે આહાર આદિ ન ભોગવાય. ઉપભોગાંતરાય - જેના ઉદયથી વસ્ત્ર, અલંકાર આદિ ન ભોગવે. વીયાંતરાય - જેના વશથી બળવાન અને નીરોગી અવસ્થામાં હોવા છતાં જે તૃણ પણ વાંકુ ન વાળી શકે તે.
આ પ્રકૃતિ કહી. હવે તેના નિગમન માટે કહે છે –

Linked texts (2)