Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1677

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1677

Language
Gujarati

1677

વિવેચન–૧૩૮૧, ૧૩૮૨
સિદ્ધોના અનંતભાગ વર્તિત્વથી અનંત ભાગ ‘અનુભાગ’ રસ વિશેષ હોય છે. આ અનંત ભાગ અનંત સંખ્ય જ છે. હવે પ્રદેશ પરિમાણ કહે છે – બધાં અનુભાગોમાં પ્રદિશ્યત થાય છે માટે પ્રદેશો - બુદ્ધિ વડે વિભાગ કરાતા તે વિભાગોનો એક દેશ, તેનું અગ્ર તે પ્રદેશાગ્ર. ભવ્ય અને અભવ્ય બધાં જીવોથી અતિક્રાંત, તેથી તેના અનંત ગુણત્વથી અધિકપણે છે.
હવે જે કારણે આ પ્રદેશબંધાદિ કહ્યા, તેનો ઉપસંહાર કરતાં કહે છે –
જેથી આવા પ્રકારે પ્રકૃતિબંધાદિ છે, તેથી અનંતર કહેલ કર્મોના અનુભાગ, ઉપલક્ષણથી પ્રકૃતિ બંધાદિને વિશેષથી - કટુ વિપાકત્વ અને ભવહેતુત્વ લક્ષણથી જાણીને, તેમાંના અશુભ કર્મો પ્રાયઃ ભવનિર્વેદ હેતુત્વથી કર્મોનો સંવર અને નિર્જરા માટે યત્ન કરવો. - X - નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (2)