Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1679

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1679

Language
Gujarati

1679

૦ કર્મપ્રકૃતિ નામક - ૩૩-મું અધ્યયન કહ્યું. હવે ૩૪-મું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે – અનંતર અધ્યયનમાં કર્મપ્રકૃતિઓ કહી. તેની સ્થિતિ લેશ્યાના વશથી છે, તેથી તેના અભિધાનને માટે આ આરંભીએ છીએ. આ સંબંધે આવેલ આ અધ્યયનના ઉપક્રમાદિ દ્વારની પ્રરૂપણા પૂર્વવત્‌ યાવત્‌ નામ નિષ્પન્ન નિક્ષેપ. તેમાં આ લેશ્યા અધ્યયન નામથી લેશ્યા અને અધ્યયન શબ્દનો નિક્ષેપો નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (1)