Uttarajjhayana 1680
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1680
- Language
- Gujarati
1680
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૩૮ થી ૫૪૮ + વિવેચન [૩૪/નિર્યુક્તિ-૫૩૮ થી ૫૪૮ + વિવેચન]
લેશ્યાનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે જાણવો. તેમાં દ્રવ્યલેશ્યા બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્યલેશ્યા ત્રણ ભેદે - જ્ઞશરીર આદિ. તેમાં નોઆગમથી તદ્વ્યતિરિક્ત દ્રવ્ય લેશ્યા બે ભેદે - કર્મા અને નોકર્મા. નોકર્મા પણ બે ભેદે છે - જીવો અને અજીવો. જીવોના બે ભેદ જાણવા - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે બંને પણ સાત ભેદે છે. અજીવ કર્મની દ્રવ્યલેશ્યા દશ ભેદે જાણવી. - X - X - જે દ્રવ્યકર્મ લેશ્યા તે નિયમા છ ભેદે જાણવી, તે આ પ્રમાણે – કૃષ્ણા, નીલા, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા. ભાવલેશ્યા બે ભેદે - વિશુદ્ધા, અવિશુદ્ધા. વિશુદ્ધા લેશ્યા બે ભેદે - ઉપશમ કષાયા, ક્ષાયિક કષાયા. અવિશુદ્ધ ભાવલેશ્યા બે ભેદે છે - રાગથી અને દ્વેષથી. નોકર્મ દ્રવ્યલેશ્યા પ્રયોગથી અને વિસ્રસાથી ભાવમાં ઉદય જાણવો. - X - X -
અધ્યયનનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે, ઈત્યાદિ પૂર્વવત્. - X - X - અધ્યવસાનને આશ્રીને ભાવ-અધ્યયન નિક્ષેપો જાણવો.
અહીં નિર્યુક્તિની ૧૧-ગાથાઓ નોંધી છે. તેમાં પહેલાં લેશ્યા શબ્દનો નિક્ષેપો કહે છે. તેમાં તદ્વ્યતિરિક્ત લેશ્યા બે ભેદે છે, તે બે ભેદો કહે છે – કર્મમાં અને નોકર્મમાં. તેમાં કર્મમાં અલ્પ વક્તવ્યતાથી તેની ઉપેક્ષા કરીને નોકર્મ વિષયક કહે છે - નોકર્મમાં અર્થાત્ કર્મના અભાવના રૂપમાં થાય છે. તેના બે ભેદો કહ્યા છે. તે કઈ રીતે? ઉપયોગ લક્ષણ તે જીવોના અને તેનાથી વિપરીત તે અજીવોના. અહીં નોકર્મત્વ ઉભયમાં પણ કર્મના અભાવરૂપપણાથી તે સંબંધી ભેદથી દ્વિભેદત્વ જાણવું.
તેમાં પણ જીવોને બે ભેદે છે, તેમ જાણવું. અહીં સિદ્ધિ શબ્દ પૂર્વના બંને સાથે જોડવાનો છે. થશે કે થનારી છે, તેવા પ્રકારની સિદ્ધિ જેમની છે તે ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય-અભવસિદ્ધિક. આ બંને ભેદો જીવોના થાય છે.
અહીં લેશ્યાના સાત પ્રકારો કહ્યા છે. અહીં શ્રી જયસિંહ સૂરિ કહે છે – કૃષ્ણ આદિ છ લેશ્યા અને સાતમી સંયોગજા, અહીં શરીરની છાયારૂપ પરિગ્રહણ કરાય છે. બીજા ઔદારિક અને ઔદારિક મિશ્ર ઈત્યાદિ ભેદથી સાત પ્રકારો વડે જીવ શરીરની છાયાને જ કૃષ્ણાદિ વર્ણરૂપ નોકર્મ સાત પ્રકારની જીવદ્રવ્ય લેશ્યાને માને છે.
અજીવ નોકર્મ દ્રવ્યલેશ્યા - તે દશ ભેદે જાણવી. ચંદ્રોની, સૂર્યોની, મંગલ આદિ ગ્રહગણની. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાની તથા એકાવલિ આદિ આભરણોની. આચ્છાદનોની, દર્પણની, મરકત મણિની. ચક્રવર્તીના રત્ન એવા કાકિણીની. આ સૂર્યાદિની જે જન નયનોને શ્લેષ કરે છે તે લેશ્યા અર્થાત્ ચક્ષુ આક્ષેપિકા સ્નિગ્ધ દીપ્તરૂપ છાયા તેને નોકર્મણી અજીવ દ્રવ્યલેશ્યા દશ ભેદે છે, તેમ જાણવું.
અહીં ચંદ્રાદિ શબ્દથી તેના વિમાનો લેવા. કેમકે તેના પૃથ્વીકાય રૂપત્વમાં પણ સ્વકાય - પરકાય શસ્ત્રથી ઉપનિપાતના સંભવથી તેના પ્રદેશોમાં કેટલાંકમાં અચેતનત્વથી અજીવ લેશ્યાપણું જાણવું. ઉપલક્ષણથી આ દશવિધ દ્રવ્યોમાં રજત આદિની છાયાને પણ બહુતર ભેદના સંભવથી જાણવી.
આ પ્રમાણે નોકર્મ દ્રવ્યલેશ્યા જણાવીને કર્મદ્રવ્ય લેશ્યા કહે છે – તે છ ભેદે જાણવી. કૃષ્ણા, નીલા આદિ. આ કર્મદ્રવ્ય લેશ્યા શરીરનામ કર્મદ્રવ્યો જ છે. તો પછી ‘યોગપરિણામ લેશ્યા’ કઈ રીતે? જે કારણે સયોગી કેવલી શુક્લ લેશ્યા પરિણામથી વિચરીને અંતર્મુહૂર્ત્ત બાકી રહેતા યોગનિરોધ કહે છે. પણ અયોગિત્વ અને અલેશ્યાત્વને પામે છે, તેથી યોગ પરિણામ લેશ્યા કહેલ છે. તે યોગ એ શરીરનામ કર્મ પરિણતિ વિશેષ છે. - X - X - X - જે પ્રમાણે કાય આદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ તે યોગ કહેવાય છે, તે પ્રમાણે જ લેશ્યા પણ જાણવી. કર્મની સ્થિતિનો હેતુ તે લેશ્યા છે તેથી ગુરુઓ ‘કર્મ નિસ્યંદ લેશ્યા’ કહે છે. - X - X - X - X - X -
એ પ્રમાણે દ્રવ્યલેશ્યા કહી, હવે ભાવલેશ્યા કહે છે - ભાવલેશ્યા બે ભેદે છે – (૧) વિશુદ્ધ લેશ્યા - અકલુષ દ્રવ્ય સંપર્કથી જન્મેલ આત્મ પરિણામ રૂપ. (૨) અવિશુદ્ધ લેશ્યા - તે પ્રમાણે જ જાણવી.
વિશુદ્ધ લેશ્યા બે પ્રમાણે છે - ઉપશમથી થયેલ અને ક્ષયથી થયેલ. અર્થાત્ (૧) કષાયના ઉપશમથી થતી, (૨) કષાયના ક્ષયથી થતી. એકાંત વિશુદ્ધિને આશ્રીને આ કથન કરેલ છે. અન્યથા ક્ષાયોપશતિકી એવી પણ શુક્લ, તેજો અને પદ્મ એ વિશુદ્ધલેશ્યા સંભવે જ છે.
અવિશુદ્ધ લેશ્યા, તે પૂર્વે કહેલ છે તે નિયમથી બે ભેદે જાણવી. પ્રેમમાં અર્થાત્ રાગમાં અને દોષ અર્થાત્ દ્વેષમાં. એટલે કે રાગવિષયા અને દ્વેષ વિષયા. આ અર્થથી કૃષ્ણ, નીલ, કાપોત રૂપા જાણવી.
આ પ્રમાણે નામ આદિ ભેદથી આ લેશ્યા અનેક પ્રકારે છે. તેમાં અહીં કોનો અધિકાર છે? અહીં કર્મલેશ્યા વડે અધિકાર છે. પ્રાયઃ આ જ લેશ્યાની અહીં વર્ણાદિ રૂપથી વિચારણા થતી હોવાથી કર્મદ્રવ્યલેશ્યા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામાદિ ભેદથી લેશ્યા કહી.
હવે નોકર્મદ્રવ્ય લેશ્યાને કહે છે – શરીર, આભરણ આદિની છાયા. જીવ વ્યાપાર - તે શરીરાદિ તેલનું અભ્યંજન કે મનઃ શિલા ઘર્ષણાદિથી છે તે પ્રયોગ અને વિસ્રસા - જીવ વ્યાપાર નિરપેક્ષ ઈન્દ્રધનુષ કે વાદળા આદિની તથાવૃત્તિ, તેના વડે જાણવી.
ભાવલેશ્યા તે વિપાક, અહીં તે ઉપચારથી ઉદયજનિત પરિણામ કહ્યા છે. કોના? જીવોમાં છ એ લેશ્યાના પરિણામ. ‘અધ્યયન’ના નિક્ષેપાદિ વિનય શ્રુતમાં પૂર્વે કહેલાં જ છે.