Uttarajjhayana 1687
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1687
- Language
- Gujarati
1687
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૮૬ થી ૧૩૯૧ [૩૪/૧૩૮૬ થી ૧૩૯૧]
[૧૩૮૬] કૃષ્ણ લેશ્યાનો વર્ણ સ્નિગ્ધ અર્થાત્ સજળમેઘ, ભેંસનું શીંગડું, અરિઠા, ખંજન, અંજન અને આંખની કીકી સમાન કાળો હોય છે.
[૧૩૮૭] નીલ લેશ્યાનો વર્ણ - નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વૈડૂર્ય મણિ સમાન નીલો છે.
[૧૩૮૮] કાપોત લેશ્યાનો વર્ણ-અલસીના ફૂલ, કોયલની પાંખ, કબૂતરની ડોકના વર્ણ સમાન કાળા અને લાલ જેવો મિશ્રિત છે.
[૧૩૮૯] તેજોલેશ્યાનો વર્ણ - હિંગુલ, ગેરુ, ઉદય પામતો સૂર્ય, પોપટની ચાંચ, પ્રદીપની લવ સમાન લાલ હોય છે.
[૧૩૯૦] પદ્મલેશ્યાનો વર્ણ-હરિતાલ અને હળદરના ખંડ, શણ અને અસનના ફૂલ સમાન પીળો હોય.
[૧૩૯૧] શુક્લ લેશ્યાનો વર્ણ - શંખ, ચક્રરત્ન, કુંદપુષ્પ, દૂધધારા, ચાંદીના હાર સમાન શ્વેત હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit