Uttarajjhayana 1688
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1688
- Language
- Gujarati
1688
વિવેચન–૧૩૮૬ થી ૧૩૯૧
સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ શબ્દોનો અર્થ માત્ર અહીં આપેલ છે –
જીમૂત - મેઘ, કાશતે - વર્ણથી પ્રકાશે છે. ગવલ - ભેંસનું શીંગડું, રિષ્ઠ - દ્રોણકાક અથવા તેવું ફળ વિશેષ, તેની છાયા. ખંજન - ગાડાની ધરીની મસી, અંજન - કાજળ, નયન - આંખ. તેના જેવી કૃષ્ણ લેશ્યા. તેની બીજી લેશ્યા કરતા વર્ણથી વિશેષતા જણાવવા કહી. અહીં ‘વર્ણથી’ શબ્દ એટલે કહેલ છે કે તે વર્ણ આશ્રીને જ છે, રસથી નહીં.
નીલાશોક - એક વૃક્ષ વિશેષ છે. રક્ત અશોકના વિચ્છેદાર્થે નીલ વિશેષણ મૂકેલ છે. ચાસ - પક્ષી વિશેષ. પ્રભા - દ્યુતિ, સ્નિગ્ધ દીપ્ત. તેના જેવી અર્થાત્ વર્ણથી નીલ એવી લેશ્યા જાણવી.
અતસી - ધાન્ય વિશેષ, તેના ફૂલ. કોકિલચ્છદ - તૈલ કંટક, પારાપત - કબૂતર, ગ્રીવા - ડોક. કાપોત લેશ્યા તેના જેવી વર્ણથી છે.
હિંગલોક - હીંગળો, ધાતુ - પાષાણ, ધાતુ આદિ. તરુણ - તુરંતનો ઉગેલો. આદિત્ય - સૂર્ય. શુક - પોપટ, તુંડ - ચાંચ, તેજોલેશ્યા લાલ વર્ણી હોય છે.
હરિતાલ - ધાતુ વિશેષ તેનો ભેદ કરાતા હોય તેવો વર્ણ. હરિદ્રેહ - હળદર ગાંઠીયો, તેના ભેદ સદૃશ. શણ - ધાન્ય વિશેષ, અસન - બીજક, તેના ફૂલ તે બધાંની નીભા સમાન વર્ણથી પીળી પદ્મલેશ્યા હોય છે.
અંક - મણિ વિશેષ, કુન્દ - પુષ્પ વિશેષ, ક્ષીર - દૂધ, તૂલક - તૂલ, રૂ. પૂર - પાણીનો પ્રવાહ. રજત - રૂપું. હાર - મુક્તા કલાપ. તેવો શ્વેત વર્ણ. આ પ્રમાણે વર્ણ કહ્યો, હવે ‘રસ’ને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati