Uttarajjhayana 1694
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1694
- Language
- Gujarati
1694
વિવેચન–૧૪૦૦, ૧૪૦૧
કરવત કે ગાયની જીભના સ્પર્શ જેવો, અથવા શાક નામે કોઈ વૃક્ષ વિશેષના પાંદડા જેવો જે સ્પર્શ હોય તેનાથી અનંતગુણ, અર્થાત્ અપ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ આવો કર્કશ હોય છે. જ્યારે પ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ અતિ સુકુમારપણાથી બતાવવા બૂર, માખણ આદિના સ્પર્શની ઉપમા આપેલ છે. અહીં અનેક દૃષ્ટાંત છે તે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. અથવા કહેલા ઉદાહરણમાં વર્ણાદિ તારતમ્યના સંભવથી લેશ્યાનું સ્વસ્થાનમાં પણ વર્ણાદિ વૈચિત્ર્ય જણાવવા આ સૂત્ર છે.
હવે પરિણામ દ્વારથી લેશ્યાને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati