Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1696

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1696

Language
Gujarati

1696

વિવેચન–૧૪૦૨
ત્રણ પ્રકારે ઈત્યાદિ લેશ્યા પરિણામ કહ્યા, જે સૂત્રાર્થમાં નોંધેલ છે. પરિણામ એટલે તે રૂપે ગમન સ્વરૂપ. અહીં ત્રિવિધ તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી છે. નવવિધ - તે જઘન્યાદિને સ્વસ્થાન તારતમ્ય વિચારણામાં પ્રત્યેકને જઘન્યાદિ ત્રણથી ગુણતા નવ, એ પ્રમાણે ફરી ત્રિકના ગુણનથી - ૨૭ ભેદે, ૮૧ ભેદે, ૨૪૩ ભેદે ભાવના કરવી.
એ પ્રમાણે તારતમ્ય વિચારણામાં સંખ્યાનિયમ શો છે? એ ઉપલક્ષણ છે આવો સંખ્યા ભેદનો સાક્ષીપાઠ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ છે જ. પરિણામ કહ્યું. હવે લેશ્યાના લક્ષણો કહે છે –

Linked texts (2)