Uttarajjhayana 1697
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1697
- Language
- Gujarati
1697
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૦૩ થી ૧૪૧૪ [૩૪/૧૪૦૩ થી ૧૪૧૪]
[૧૪૦૩, ૧૪૦૪] જે મનુષ્ય પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત છે. ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, છ કાયમાં અવિરત છે, તીવ્ર આરંભમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, અવિવેકી છે.... નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધાં યોગોથી યુક્ત છે, તે કૃષ્ણ લેશ્યા પરિણત હોય છે.
[૧૪૦૫, ૧૪૦૬] જે ઈર્ષ્યાળુ છે, અમર્ષ છે, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જા રહિત છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસલોલુપ છે, સુખનો ગવેષક છે... આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુઃસાહસી છે - આ યોગોથી યુક્ત મનુષ્ય નીલ લેશ્યામાં પરિણત હોય.
[૧૪૦૭, ૧૪૦૮] જે મનુષ્ય વક્ર છે, આચાર વક્ર છે, કપટ કરે છે, સરળતા રહિત છે, પ્રતિકુંચક છે, પોતાના દોષોને છૂપાવે છે, ઔપધિક છે, સર્વત્ર છદ્મનો પ્રયોગ કરે છે, મિથ્યાદૃષ્ટિ છે, અનાર્ય છે... ઉત્પ્રાસક છે, દુષ્ટ વચન બોલે છે, ચોર છે, મત્સરી છે - આ બધાં યોગોથી યુક્ત તે કાપોત લેશ્યામાં પરિણત હોય છે.
[૧૪૦૯, ૧૪૧૦] જે નમ્ર છે, અચપલ છે, માયા રહિત છે, અકુતૂહલ છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, યોગવાન્ છે, ઉપ-ધાનવાન છે... પ્રિયધર્મી છે, દૃઢધર્મી છે, પાપભીરુ છે, હિતૈષી છે - આ બધાં યોગોથી યુક્ત તે તેજોલેશ્યામાં પરિણત હોય છે.
[૧૪૧૧, ૧૪૧૨] ક્રોધ, માન, માયા, લોભ જેના અત્યંત અલ્પ છે, જે પ્રશાંત ચિત્ત છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાન્ છે, ઉપધાન કરનાર છે.... જે મિતભાષી છે, ઉપશાંત છે, જિતેન્દ્રિય છે - આ બધાં યોગોથી યુક્ત હોય તે પદ્મ લેશ્યામાં પરિણત હોય છે.
[૧૪૧૩, ૧૪૧૪] આર્ત્ત અને રૌદ્ર ધ્યાનોને છોડીને જે ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન છે, જે પ્રશાંત ચિત્ત અને દાંત છે, પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે..... સરાગ હોય કે વીતરાગ પરંતુ જે ઉપશાંત છે, જિતેન્દ્રિય છે - આ બધાં યોગોથી યુક્ત તે શુક્લ લેશ્યામાં પરિણત હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit