Uttarajjhayana 1698
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1698
- Language
- Gujarati
1698
વિવેચન–૧૪૦૩ થી ૧૪૧૪
સૂત્રાર્થ સુસ્પષ્ટ જ છે. તો પણ કંઈક વિશેષતા જણાવીએ છીએ –
પાંચ આશ્રવ તે હિંસા આદિ, પ્રમત્ત - પ્રમાદવાળો, અથવા પાંચ આશ્રયમાં પ્રવૃત્ત. તેથી મન, વચન, કાયાથી અનિયંત્રિત અર્થાત્ મનોગુપ્તિ આદિથી રહિત. પૃથ્વી કાયાદિમાં અનિવૃત્ત-તેનો ઉપમર્દક. આવો તે અતીવ્ર આરંભી પણ હોય, તેથી કહે છે–ઉત્કટ સ્વરૂપના અધ્યવસાયથી સાવદ્ય વ્યાપારમાં પરિણત થયેલો હોય.-તથા
ક્ષુદ્ર - બધાંને અહિતૈષી અને કૃપણતા યુક્ત. સહસા - ગુણદોષની પર્યાલોચના વિના પ્રવર્તે અથવા ધનની શંકા રહિત અત્યંત જીવ બોધથી અનપેક્ષ પરિણામ કે અધ્યવસાય જેના છે તે નૃશંસ - જીવોને હણતાં જરાપણ શંકિત થતો નથી અથવા નિઃશંશ - બીજાની પ્રશંસા રહિત. અનિગૃહીત ઈન્દ્રિયવાળો. બીજા પૂર્વ સૂત્ર ઉત્તરાર્દ્ધસ્થાન અહીં કહે છે, ઉપસંહાર કરે છે –
આ અનંતરોક્ત મન, વચન, કાય, વ્યાપાર, પંચાશ્રવ પ્રમત્તત્વ આદિ, આ યોગ સમાયુક્ત કૃષ્ણ લેશ્યા જ તથાવિધ દ્રવ્ય સંપર્કથી સ્ફટિકવત્ તેનાથી રંજિત થઈ તેના રૂપતાનો ભાગી થાય. આના વડે પંચાશ્રવ પ્રમત્તત્વાદિના ભાવકૃષ્ણ લેશ્યાના સદ્ભાવના ઉપદર્શનથી આ લક્ષણત્વ કહ્યું.
આ પ્રમાણે આગળ પણ લક્ષણત્વ ભાવના કરવી.
નીલલેશ્યા લક્ષણ કહે છે – ઈર્ષ્યા - બીજાના ગુણને સહન ન કરવા. અમર્ષ - અત્યંત અભિનિવેશ, તપથી વિપરીત, કુશાસ્ત્ર રૂપ વિદ્યા, વંચનતા, અસમાચારના વિષયમાં નિર્લજ્જતા, વિષયોની અભિલાષા, પ્રદ્વેષ, જૂઠું બોલવાથી શઠ, જાત્યાદિ મદના આસેવનથી પ્રમત્ત, રસોમાં લોલુપ, સુખનો ગવેષી - ‘મને કઈ રીતે સુખ થાય છે?’ પ્રાણીની ઉપમર્દનથી અનિવૃત્ત. આવા યોગથી નીલ લેશ્યામાં પરિણત થાય.
૦ કાપોત લેશ્યા લક્ષણ કહે છે – વચનથી વક્ર, ક્રિયાથી વક્ર, મનથી નિકૃતિવાળો, ઋજુતા રહિત, સ્વદોષને ઢાંકવા વડે પ્રતિકુંચક, છદ્મથી વિચરતો, અથવા આ બધાં શબ્દો એકાર્થક છે, વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે કહેલ છે. ઉત્પ્રાસક-રાગાદિદોષથી ગમે તેમ બોલનાર. મત્સર-બીજાની સંપત્તિને સહન ન કરતો અથવા હોય તેના ત્યાગના અભાવવાળો. આ યોગોથી સમાયુક્ત કાપોતલેશ્યામાં પરિણત થાય.
૦ તેજોલેશ્યા લક્ષણ કહે છે – કાય, વચન, મન વડે નમ્ર હોય, ચપળતા રહિત, શાઠ્ય રહિત, અકૌતુકવાન તેથી જ ગુરુ આદિ પરત્વે ઉચિત પ્રતિપત્તિવાળો હોય, ઈન્દ્રિયના દમનવાળો, સ્વાધ્યાયાદિ વ્યાપારવાન - શાસ્ત્રોપચારને જાણતો, ધર્માનુષ્ઠાનની અભિરુચિવાળો, અંગીકૃત વ્રતના નિર્વાહવાળો, અવદ્ય, પાપભીરુ, મુક્તિ ગવેષક, પરોપકાર ચિત્તવાળો, હિંસા આદિ આશ્રય રહિત - આવા યોગથી યુક્ત તે તેજો લેશ્યા પરિણત થાય છે.
૦ પદ્મલેશ્યા લક્ષણ કહે છે – અતીવ અલ્પ ક્રોધ અને માન જેના છે તે, એ રીતે પાતળા માયા અને લોભવાળો, તેથી જ પ્રકર્ષથી ઉપશમ ચિત્તવાળો છે તે, અહિતની પ્રવૃત્તિના નિવારણથી જેણે આત્માને વશીકૃત કરેલો છે તે, સ્વલ્પ ભાષક, અનુદ્ભટ પણાથી ઉપશાંત આકૃતિ, વશીકૃત ઈન્દ્રિયવાળો - આ યોગોથી સમાયુક્ત પદ્મલેશ્યામાં પરિણત થાય છે.
૦ શુક્લ લેશ્યા લક્ષણ કહે છે – અશુભ ધ્યાનને પરિહરીને અને પૂર્વોક્ત શુભ ધ્યાનમાં સતત અભ્યાસથી સાધે છે. તે કેવો થઈને? પ્રશાંત ચિત્ત અને દાંત આત્મા થઈને. - X - સમિતિવાળો થઈને મન આદિથી સમસ્ત વ્યાપારનો નિરોધ કરનાર, તે અક્ષીણ અનુપશાંત કષાય પણાથી સરાગ હોય કે વીતરાગ તેવો - X - આવા યોગવાળો શુક્લ લેશ્યામાં પરિણમે છે. અહીં જે વિશેષણોથી પુનરુક્તિ છે, તેને વિશુદ્ધિથી કે પ્રકૃષ્ટત્વથી જાણવા. હવે સ્થાનદ્વાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati