Pramāṇa · Search · About · API

Uttarajjhayana 170

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 170

Language
Gujarati

170

વિવેચન–૪૯/૧
શ્રુતમ્‌ - સાંભળેલ છે, અવધારેલ છે. મારા વડે. આયુષ્યમાન્‌! એ આમંત્રણ છે. કોણે કોને કહ્યું? સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને બધાં જીવોની ભાષામાં વ્યાપ્તિ વડે કહેલ છે. - X - આ લોકમાં કે પ્રવચનમાં નિશ્ચે અર્થાત્‌ આ જિનપ્રવચનમાં બાવીશ પરીષહો છે. શ્રુતમ્‌ કહેવાથી - બીજાને અવધારવાનું કહેતા પોતે પણ અવધારેલ છે, બીજાને પ્રતિપાદનીય છે, તેમ કહે છે. - X - X - આના વડે અર્થથી અનંતરાગમત્વ કહ્યું. ‘ભગવંત દ્વારા’ - આ શબ્દ વડે બોલનારના કેવળજ્ઞાનાદિ ગુણવાનપણાને સૂચવીને પ્રકૃત વચનનું પ્રામાણ્ય જણાવવાને માટે વક્તાનું પ્રામાણ્ય કહ્યું. કેમકે વક્તાનું પ્રામાણ્ય જ વચન પ્રામાણ્યમાં નિમિત્ત છે. - X - ગુણવાનપણાની પ્રસિદ્ધિ કહીને પ્રસ્તુત અધ્યયનનો પ્રામાણ્ય નિશ્ચય કહે છે. કેમકે સંદિગ્ધ વક્તાના ગુણત્વમાં વચનના પ્રામાણ્યમાં પણ સંદેહ થાય છે. - X - X - X - અથવા આઉસંતેણ એ ભગવનનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અર્થાત્‌ ચિરંજીવી, આ મંગલ વચન છે. અથવા પરાર્થવૃત્તિ આદિ વડે પ્રશસ્ત આયુનું ધારણ કરવાપણું, પણ મુક્તિ પામીને પણ તીર્થની હાનિ જોઈને ફરી આવવાપણું નહીં. - X - આના વડે તેમના રાગાદિ દોષના અભાવથી તેમના વચનનું પ્રામાણ્ય કહ્યું.
અથવા આવસંતેણ ‘મારા વડે’નું વિશેષણ છે. તેથી ગુરુએ દર્શાવેલી મર્યાદા વડે વસતા, આના વડે તત્ત્વથી ગુરુમર્યાદા વર્તીત્વરૂપથી ગુરુકુલવાસનું વિધાન અર્થથી કહ્યું. કેમકે જ્ઞાનાદિ હેતુ છે. - X - અથવા આમુસંતેણ - ભગવંતના ચરણકમળમાં ભક્તિ વડે બંને હાથ જોડીને સ્પર્શના કરવી. આના વડે એમ જણાવે છે કે – સમસ્ત શાસ્ત્રો ભણ્યા પછી પણ ગુરુના વિશ્રામણાદિ વિનયકૃત્યને ન છોડવું જોઈએ. - X - અથવા આઉસંતેણ - શ્રવણવિધિની મર્યાદા વડે ગુરુને સેવવા-આરાધવા વડે. આના દ્વારા જણાવ્યું કે – વિધિપૂર્વક ગુરુની પાસે ઉચિત દેશે રહીને જ સાંભળવું, પણ જેમ-તેમ નહીં. - X - X - આગળ કહે છે – ભગવંત વડે બાવીશ પરીષહો કહેવાયા. તો તે શું પોતે જાણ્યા કે પુરુષ વિશેષથી જાણ્યા? શ્રમણ ભગવંત મહાવીર વડે સૂત્રત્વથી કહેવાયા. તેમાં - શ્રમ પામે તે શ્રમણ - તપસ્વી - X - X - X - ભગવંત - સમગ્ર જ્ઞાન - ઐશ્વર્યાદિ સૂચક સર્વજ્ઞતા ગુણ યોગીત્વ કહ્યું. - X - X - કેમકે અસર્વજ્ઞ યથાવત્‌ સોપાય હેય-ઉપાદેયના તત્ત્વવિદ્‌ હોતા નથી. સોપાય હેયોપાદેય તત્ત્વ વેદન સર્વજ્ઞતા વિના ન સંભવે. મહાવીર - શક્રએ કરેલ આ નામવાળા છેલ્લા તીર્થંકર. કાશ્યપ - કાશ્યપ ગોત્રવાળા. આના વડે નિયત દેશકાળ કુળ જણાવીને સકલ દેશકાલ કલાવ્યાપી પુરુષ અદ્વૈતનું નિરાકરણ કરેલ છે. - X - X - પ્રવિદિત - પ્રકર્ષથી સ્વયં સાક્ષાત્કારિત્વ લક્ષણથી જ્ઞાતા. સ્વયં સાક્ષાત્કારી - X - X - અર્થાત્‌ બીજા કોઈ પુરુષ વિશેષથી આ જાણેલ નથી, કેમકે ભગવંત સ્વયં સંબુદ્ધ છે. અપૌરુષેય આગમથી પણ જાણેલ નથી, કેમકે તે અસંભવ છે. - X - X - X -
તે પરીષહો કેવા છે? જે પરીષહોને ભિક્ષુ ગુરુની પાસે સાંભળીને, યથાવત્‌ જાણીને, પુનઃ પુનઃ અભ્યાસથી પરિચિત કરીને, સર્વથા તેના સામર્થ્યને હણીને, ભિક્ષુચર્યા - વિહિત ક્રિયાસેવન વડે, બધે વિચરતો પરીષહો વડે આશ્લિષ્ટ થતાં, વિવિધ પ્રકારે સંયમ શરીર ઉપઘાતથી વિનાશને ન પામે. ભિક્ષાચર્યાનો અર્થ ભિક્ષા અટનમાં ફરતો, પણ કર્યો છે. કેમકે પ્રાયઃ ભિક્ષા અટનમાં પરીષહો ઉદીરાય છે. ઉદ્દેશ કહ્યો. હવે પૃચ્છા કહે છે –

Linked texts (1)