Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1700

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1700

Language
Gujarati

1700

વિવેચન–૧૪૧૫
સંખ્યાતીત અવસર્પે છે - પ્રતિસમય કાળ પ્રમાણે કે જીવો, શરીર - આયુ પ્રમાણાદિની અપેક્ષાથી અવશ્ય હાનિને અનુભવે છે તે અવસર્પિણી છે. જે દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણે છે તે જ પરિણામથી ઉત્સર્પિણી છે, પણ તેમાં અવશ્ય શરીર, આયુ પ્રમાણાદિની વૃદ્ધિ થાય છે. સમય - પરમનિરુદ્ધ કાળરૂપ છે. તે લોકના પ્રમાણપણાથી અસંખ્યેય સમય છે. તેથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ લેશ્યાના થાય છે. આ સ્થાનોમાં પ્રકર્ષ અને અપકર્ષ થાય છે. અહીં લેશ્યાના સ્થાનો સમયથી અસંખ્યેય ઉત્સર્પિણી-અવસર્પિણી છે અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે.
સ્થાનને કહીને હવે લેશ્યાની સ્થિતિ કહે છે –

Linked texts (2)