Uttarajjhayana 1702
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1702
- Language
- Gujarati
1702
વિવેચન–૧૪૧૬ થી ૧૪૨૧
સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે, તો પણ કંઈક વિશેષ નોંધીએ છીએ –
૦ મુહૂર્ત્તનો અર્દ્ધ તે મુહૂર્ત્તાર્દ્ધ. સમ પ્રવિભાગની અવિવક્ષા વડે અંતર્મુહૂર્ત્ત એમ કહેલ છે. તેથી મુહૂર્ત્તાર્દ્ધ જ જઘન્યા સ્થિતિ છે. ‘સાગર’ એવા પદથી ‘સાગરોપમ’ જાણવું. - X - X - X -
અહીં અંતર્મુહૂર્ત્તના અસંખ્ય ભેદપણાથી અંતર્મુહૂર્ત્ત શબ્દથી પૂર્વોત્તર ભવસંબંધી બે અંતમુહૂર્ત્ત કહેલ છે. આ પ્રમાણે બધે કહેવું.
ઉદધિ શબ્દની ઉપમાથી પણ ‘સાગરોપમ’ અર્થ જ લેવો. તેમજ ‘પલ્ય’ શબ્દથી ‘પલ્યોપમ’ લેવું. નીલ લેશ્યાના વિષયમાં આ ઉપમાઓ છે.
કાપોત આદિ ચાર લેશ્યામાં અનુક્રમે ત્રણ, બે, દશ અને તેંત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવી. હવે ઉપસંહાર કરતા ઉત્તરગ્રન્થ સંબંધ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati