Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1705

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1705

Language
Gujarati

1705

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૨૩ થી ૧૪૩૭ [૩૪/૧૪૨૩ થી ૧૪૩૭]
[૧૪૨૩] કાપોત લેશ્યાની સ્થિતિ - જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે.
[૧૪૨૪] નીલ લેશ્યાની સ્થિતિ - જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ છે.
[૧૪૨૫] કૃષ્ણ લેશ્યાની સ્થિતિ - જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ છે.
[૧૪૨૬] નૈરયિક જીવોની લેશ્યાઓની સ્થિતિ વર્ણવી, હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોની લેશ્યા સ્થિતિનું વર્ણન કરીશ.
[૧૪૨૭] કેવળ શુક્લ લેશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચોની જેટલી પણ લેશ્યાઓ છે, તે બધાંની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે.
[૧૪૨૮] શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦૦ વર્ષ ન્યૂન એક કરોડ પૂર્વ છે.
[૧૪૨૯] મનુષ્ય અને તિર્યંચોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન છે. હવે દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ.
[૧૪૩૦] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે.
[૧૪૩૧] કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક નીલ લેશ્યાની જઘન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે.
[૧૪૩૨] નીલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમયાધિક કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે.
[૧૪૩૩] હવે આગળ હું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાની સ્થિતિનું નિરૂપણ કરીશ.
[૧૪૩૪] તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે.
[૧૪૩૫] તેજો લેશ્યાની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે.
[૧૪૩૬] તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્ત અધિક દશ સાગરોપમ છે.
[૧૪૩૭] પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્તાધિક ૩૩-સાગરોપમ છે.

Linked texts (1)