Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1706

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1706

Language
Gujarati

1706

વિવેચન–૧૪૨૩ થી ૧૪૩૭
૦ સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, વૃત્તિગત કિંચિત વિશેષતા આ પ્રમાણે –
કાપોત લેશ્યાની જઘન્યા સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ કહી. તે રત્નપ્રભા નારકીને આશ્રીને સમજવી, કેમકે ત્યાં જ આ આયુ સ્થિતિ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે વાલુકા પ્રભાને આશ્રીને જાણવી. જે સમયાધિકપણું સૂત્રમાં કહ્યું તે સમજાતું ન હોવાથી તેની વ્યાખ્યા કરેલ નથી. યાવત્‌ - X - ઉત્કૃષ્ટા ૩૩-સાગરોપમ સ્થિતિ કૃષ્ણ લેશ્યાની કહી તે મહાતમસ્પ્રભાની જાણવી. કેમકે આટલું આયુષ્ય ત્યાં જ સંભવે છે. નારકોની આગળ દેવોની દ્રવ્ય લેશ્યા સ્થિતિ એ પ્રમાણે જ ચિંતવવી. તેમના ભાવ લેશ્યાના પરિવર્તમાનપણાથી અન્યથા પણ સ્થિતિનો સંભવ છે. આ પ્રમાણે નરકમાં થાય તે નૈરયિક તેમના સંબંધી લેશ્યાની સ્થિતિ વર્ણવીને હવે બાકીની ગતિને કહે છે –
લેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તાર્ધ કહી, તે કઈ રીતે? પૃથ્વી કાયાદિમાં અને સંમૂર્ચ્છિમ મનુષ્યાદિમાં જે કૃષ્ણા આદિ લેશ્યા છે, તે તિર્યંચ અને મનુષ્યોની મધ્યે જ સંભવે છે. એ પણ ક્વચિત્‌ કોઈકને સંભવે છે. એ વિષયમાં પ્રજ્ઞાપનાનું ‘લેશ્યાપદ’ જોવું. શું શુક્લ લેશ્યાની પણ અંતર્મુહૂર્ત્ત જ સ્થિતિ હોય? તેવી આશંકાથી કહે છે – કેવળ શુદ્ધ લેશ્યા અર્થાત્‌ શુક્લ લેશ્યાને વર્જીને કહેવું.
શુક્લ લેશ્યાની સ્થિતિમાં ઉત્કૃષ્ટા પૂર્વકોટી કહી છે તે નવ વર્ષ વડે ન્યૂન જાણવી. અહીં જો કે ક્યારેક પૂર્વકોટિ આયુવાળાને આઠ વર્ષે પણ વ્રતના પરિણામ પ્રાપ્ત થાય છે, તો પણ આટલી ઉંમરવાળાને એક વર્ષના પર્યાયની પૂર્વે શુક્લ લેશ્યાનો સંભવ નથી. તેથી નવ વર્ષ ન્યૂન પૂર્વકોટિ કહેલ છે. બાકી સૂત્રો સ્પષ્ટ જ છે.
કૃષ્ણ લેશ્યાની જે જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ કહી, તે વ્યંતર અને ભવનપતિમાં જ સંભવે છે, કેમકે તેમનું તેટલું આયુ હોય છે. એ પ્રમાણે - X - X - X - આદ્ય ત્રણે સ્થિતિ વ્યંતર અને ભવનપતિ નિકાયને આશ્રીને કહેલી જાણવી. પછી જે સૂત્ર છે તેમાં સમસ્ત નિકાય ભાવિની તેજોલેશ્યાની સ્થિતિ બતાવેલી છે. તેથી તે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક એ ચારે નિકાયની સ્થિતિ સમજવી. જો કે સામાન્ય ઉપક્રમ છે તો પણ તે વૈમાનિક નિકાય વિષયપણાથી જ તે સ્થિતિ જાણવી. ઈત્યાદિ - X - X - X - X - X - X -
પદ્મલેશ્યાની સ્થિતિમાં જે દશ સાગરોપમ સ્થિતિનું કથન કરેલ છે, તે જઘન્યા સ્થિતિ સનત્કુમારમાં અને ઉત્કૃષ્ટા સ્થિતિ બ્રહ્મલોકમાં જાણવી. કેમકે તેઓને જ આ આયુષ્યનો સંભવ હોય. - X - X - X - X - X - શુક્લ લેશ્યાની સ્થિતિનું જે કથન છે, તે લાંતક દેવલોકથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધી સંભવે છે તેમ જાણવું.
એ પ્રમાણે સ્થિતિ દ્વાર કહ્યું. હવે ગતિદ્વારને કહે છે –

Linked texts (2)