Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1714

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1714

Language
Gujarati

1714

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૪૯ થી ૫૫૧ + વિવેચન [૩૫/નિર્યુક્તિ-૫૪૯ થી ૫૫૧ + વિવેચન]
‘અનગાર’ શબ્દનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે જાણવો. તેમાં દ્રવ્ય અણગારના બે ભેદ છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અણગાર ત્રણ ભેદે છે – તેમાં તદ્‌વ્યતિરિક્ત દ્રવ્ય અણગારમાં નિહ્નવ આદિ આવે છે. ભાવમાં સમ્યગ્‌ દૃષ્ટિ, અગારવાસથી વિનિર્મુક્ત લેવા. માર્ગ અને ગતિ બંને શબ્દો પૂર્વે ઉદ્દિષ્ટ છે. ભાવમાર્ગમાં ‘સિદ્ધિગતિ’નો અધિકાર જાણવો.
૦ ત્રણે ગાથા સ્પષ્ટ છે. વિશેષ એ કે નિહ્નવ આદિમાં ચારિત્ર પરિણામ વિના ગૃહના અભાવવાળા લેવા. અણગાર પણ દ્રવ્ય અને ભાવથી કહ્યા છે. ભાવમાં સમ્યગ્‌ દર્શનવાન, અણગારવાસથી મુક્ત ચારિત્રી લીધા. તથા ભાવમાર્ગથી સમ્યગ્‌દર્શન જ્ઞાન ચારિત્ર લક્ષણથી સિદ્ધિ ગતિ વડે અર્થાત્‌ ભાવ અણગાર વડે અધિકાર છે, નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે –

Linked texts (1)