Uttarajjhayana 1713
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1713
- Language
- Gujarati
1713
૦ લેશ્યા અધ્યયન-૩૪ ની વ્યાખ્યા કરી. હવે અધ્યયન-૩૫-મું આરંભીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયનમાં લેશ્યા કહી. તેને કહેવામાં આ આશય હતો – અશુભ અનુભાવ લેશ્યાના ત્યાગથી શુભાનુભાવ જ લેશ્યામાં રહેવું અને તે ભિક્ષુગુણ વ્યવસ્થિત જ સમ્યગ્ રીતે ધારણ કરી શકે છે પણ તેવું વ્યવસ્થાપન તેના પરિજ્ઞાનથી થાય, તેથી તેનો અર્થ અહીં આરંભે છે, આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર પૂર્વવત્ યાવત્ નામનિક્ષેપમાં ‘અણગારમાર્ગ ગતિ’ નામ છે. તેથી અણગાર, માર્ગ અને ગતિ એ ત્રણે પદોના નિક્ષેપાને માટે નિર્યુક્તિકારશ્રી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati