Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1716

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1716

Language
Gujarati

1716

વિવેચન–૧૪૪૪
હું કહું છું તે સાંભળો, એકાગ્ર મનથી. અનન્યગત ચિત્તવાળા શિષ્યોને આમ કહે છે. આ માર્ગ, યથાવસ્થિત વસ્તુ તત્ત્વથી ઉત્પન્ન કેવળ વાળા અરહંત વડે કહેવાયેલ છે. અથવા શ્રુતકેવલિ, ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. વળી આ માર્ગને આચરનાર સાધુ શારીરિક, માનસિક દુઃખોનો અંત કરે છે, સર્વે કર્મોનું ઉન્મૂલન કરે છે. આના વડે આસેવ્ય – આસેવક સંબંધથી અણગાર સંબંધી માર્ગનું જે ફળ-મુક્તિ ગતિ છે, તે દર્શાવેલ છે તે અણગાર માર્ગ અને તેની ગતિ અર્થથી કહી છે, તે સાંભળો.

Linked texts (2)