Uttarajjhayana 1717
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1717
- Language
- Gujarati
1717
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૪૫ થી ૧૪૬૪ [૩૫/૧૪૪૫ થી ૧૪૬૪]
[૧૪૪૫] ગૃહવાસનો પરિત્યાગ કરીને પ્રવ્રજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે.
[૧૪૪૬] સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઈચ્છા-કામ ને લોભથી દૂર રહે.
[૧૪૪૭, ૧૪૪૮] મનોહર ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત – એવા ચિત્તાકર્ષક સ્થાનની મનથી પણ ઈચ્છા ન કરે... કામ રાગ વધારનારા આવા પ્રકારના ઉપાશ્રયોમાં ઈન્દ્રિયોનો નિરોધ કરવો ભિક્ષુને માટે દુષ્કર છે.
[૧૪૪૯, ૧૪૫૦] આથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યઘરમાં, વૃક્ષની નીચે તથા પરકૃત્ એકાંત સ્થાનમાં રહેવાની અભિરુચિ રાખે.... પરમ સંયત ભિક્ષુ પ્રાસૂક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે.
[૧૪૫૧, ૧૪૫૨] ભિક્ષુ સ્વયં ઘર ન બનાવે, બીજા પાસે ન બનાવડાવે, કેમકે ગૃહકર્મના સમારંભમાં પ્રાણીનો વધ જોવાયેલ છે. ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે. તેથી સંયત ભિક્ષુ ગૃહકર્મના સમારંભનો પરિત્યાગ કરે.
[૧૪૫૩, ૧૪૫૪] એ જ પ્રમાણે ભોજન-પાન રાંધવા અને રંધાવવામાં હિંસા થાય છે. તેથી પ્રાણ અને ભૂત જીવોની દયાને માટે રાંધે કે રંધાવે નહીં. ભોજન અને પાનને પકાવવામાં પાણી,ધાન્ય,પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત જીવોનો વધ થાય છે. તેથી સાધુ રંધાવે નહીં.
[૧૪૫૫] અગ્નિ સમાન બીજું શસ્ત્ર નથી, તે ઘણાં પ્રાણનું વિનાશક છે, સર્વતઃ તીક્ષ્ણ ધારથી યુક્ત છે, તેથી ભિક્ષુ અગ્નિ જ સળગાવે.
[૧૪૫૬ થી ૧૪૫૮] ક્રય-વિક્રયથી વિરક્ત ભિક્ષુ સુવર્ણ અને માટીને સમાન સમજનાર છે. તેથી તે સોના-ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે... વસ્તુને ખરીદનાર ક્રયિક હોય છે, વેચનાર વણિક્ હોય છે. તેથી ક્રય-વિક્રયમાં પ્રવૃત્ત સાધુ – ‘સાધુ’ નથી... ભિક્ષાવૃત્તિ જ ભિક્ષુને ભિક્ષા કરવી જોઈએ. ક્રય-વિક્રયથી નહીં. ક્રય-વિક્રય મહાદોષ છે, ભિક્ષાવૃત્તિ સુખાવહ છે.
[૧૪૫૯, ૧૪૬૦] મુનિ શ્રુતાનુસાર અનિંદિત અને સામુદાયિક ઉંછની એષણા કરે તે લાભ અને લાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા ચર્યા કરે.... અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિય વિજેતા, અમૂર્ચ્છિત, જીવન નિર્વાહને માટે જ ખાય, રસને માટે નહીં.
[૧૪૬૧] મુનિ અર્ચના, રચના, પૂજા, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ન કરે.
[૧૪૬૨] મુનિ શુક્લધ્યાનમાં લીન રહે. નિદાનરહિત અને અકિંચનરહે, જીવનપર્યન્ત શરીરની આસક્તિને છોડીને વિચરણ કરે.
[૧૪૬૩] કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો પરિત્યાગ કરી, મનુષ્ય શરીરને છોડીને દુઃખોથી મુક્તિ અને સામર્થ્યવાન થઈ જાય છે.
[૧૪૬૪] નિર્મમ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ મુનિ કેવળજ્ઞાન પામીને શાશ્વત પરિનિર્વાણ પામે છે – તેમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit