Uttarajjhayana 1723
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1723
- Language
- Gujarati
1723
વિવેચન–૧૪૬૫
જીવ - ઉપયોગ લક્ષણવાન્, અજીવ - તેથી વિપરીત, વિભક્તિ - તેમના ભેદાદિ દર્શનથી વિભાગ વડે અવસ્થાપન. તે જીવાજીવ વિભક્તિને હું કહું છું. હે શિષ્યો! તમે સાંભળો. કેવી રીતે? દર્શનમાં કહેલ જીવ, અજીવ વિભાગના અવગત તત્વથી તેમાં જ ચિત્ત પરોવીને, તે એકમન. અહીં જ શ્રદ્ધાવાળા થઈને. આ પ્રમાણે જીવ અને અજીવ વિભક્તિને જાણીને પછી ભિક્ષુ - શ્રમણ સમ્યક્ - પ્રશસ્ત યત્નવાન્ બને. સંયમમાં - ઉક્તરૂપ સંયમ વિષયમાં. જીવાજીવ વિભક્તિના જ્ઞાનની માફક લોકાલોક વિભાગનું જ્ઞાન પણ સંયમયતનમાં વિષયપણાથી ઉપયોગી છે, તેથી તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati