Uttarajjhayana 1729
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1729
- Language
- Gujarati
1729
વિવેચન–૧૪૬૮ થી ૧૪૭૦
રૂપ સ્પર્શ આદિને આશ્રીને મૂર્ત, તે જેના કે જેમાં છે તે રૂપી. અરૂપી - જેમાં ઉક્ત રૂપ નથી તે. આ બે ભેદે અજીવો કહેલા છે. તેના દશ ભેદો તીર્થંકર આદિ વડે પ્રતિપાદિત છે. - X - રૂપી અજીવો ચાર ભેદે છે. તેમાં અરૂપી દશ પ્રકારે કહે છે, તે આ પ્રમાણે –
(૧) ગતિ પરિણત પુદ્ગલોને સ્વભાવથી ધારી રાખે છે તે ધર્મ - આ ધર્મના પ્રદેશોનો સમૂહ તે ધર્માસ્તિકાય. જે સકલ દેશ પ્રદેશ અનુગત સમાન પરિણતિવાળુ વિશિષ્ટ દ્રવ્ય છે. (૨) તે ધર્માસ્તિકાયના પ્રદેશની અપેક્ષાથી સમાન પરિણત રૂપત્વથી દેશ અપેક્ષાથી અસમાન પરિણતિને આશ્રીને વિશિષ્ટ રૂપપણે ઉપદેશ કરે છે તે દેશ - ત્રણ ભાગ, ચાર ભાગ આદિ. (૩) તે જ ધર્માસ્તિકાયના પ્રકર્ષથી અંત્યપણાથી દેશાંતરના અભાવથી ક્યાંય પણ જવાના અભાવરૂપ તે પ્રદેશ - નિરંશ ભાગ.(૪) ગતિ પરિણત જીવ પુદ્ગલોને ધારણા કરતા નથી કે સ્વભાવથી અવસ્થાપિત કરતા નથી. તે સ્થિતિના ઉપકારકપણાથી ‘અધર્મ’ છે તેને પૂર્વવત્ અધર્માસ્તિકાય જાણવું. (૫) અધર્માસ્તિકાયના દેશ અને (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ. બંનેની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત્.
(૭) આ - સ્વસ્વભાવના અપરિત્યાગ રૂપથી કાશ - સ્વરૂપ વડે જે પદાર્થો તેમાં પ્રતિભાસે છે, તે આકાશ. અથવા સર્વ ભાવોની અભિ-વ્યક્તિથી તેમાં બધાં પદાર્થો પ્રતિભાસે છે તે આકાશ. તેના પણ આકાશાસ્તિકાય. (૮) આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ એ ત્રણ પદની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત્ જાણવી.(૧૦) અદ્ધા - કાળ, તે રૂપ સમય તે અદ્ધા સમય. તે નિર્વિભાગરૂપ હોવાથી તેના દેશ કે પ્રદેશ ન કહેવા. - X - X - અરૂપીના આ દશ પ્રકારો થાય છે, તેમનું અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના એ ઉપકારત્વ છે. જ્યારે દશમો કાળ - વર્તમાન લક્ષણ જાણવો. - X - X - હવે આના જ ક્ષેત્રથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati