Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1733

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1733

Language
Gujarati

1733

વિવેચન–૧૪૭૨, ૧૪૭૩
ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અનાદિ છે - કેમકે તેની આદિ વિદ્યમાન નથી, તેથી અમુક કાળથી આ ત્રણેની પ્રવૃત્તિ છે તે કથન અસંભવ છે. જેનો અંત નથી તેને અનંત કહે છે. આ ત્રણે પણ કેટલોક કાળ પછી નહીં હોય તેવું નથી, તેથી તેને અપર્યવસિત કે અનંત કહે છે.
સર્વકાળ, કાળના અત્યંત સંયોગમાં - સર્વદા સ્વસ્વરૂપનો પરિત્યાગ ન કરવાથી તે નિત્ય છે, તેમ કહેલ છે. સમય પણ અપરાપર ઉત્પત્તિરૂપ પ્રવાહ સ્વરૂપ છે, તેથી તેને અનાદિ અપર્યવસિતત્વ રૂપથી પ્રરૂપાયેલ છે - X - આદેશ - વિશેષ પ્રતિનિયત વ્યક્તિપણાથી વિચારતા સમય આદિ સપર્યવસિત છે. - X - X - X -
આ અજીવ અરૂપીની દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી પ્રરૂપણા કરી. હવે ભાવ પ્રરૂપણાનો અવસર છે – તેમાં અમૂર્ત્તત્વથી આના પર્યાયો નથી. તે રૂપી પર્યાયો માફક વર્ણાદિ પ્રરૂપણા કરતા - X - X - X - પહેલાં દ્રવ્યથી રૂપીની પ્રરૂપણા કરતાં આ પ્રમાણે કહે છે –

Linked texts (2)