Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1735

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1735

Language
Gujarati

1735

વિવેચન–૧૪૭૪
પુદ્ગલોને વિચટનથી કે ચટનથી શોષે છે, ધારણ કરે છે અથવા પોષે છે તેને સ્કંધ કહે છે. સ્કંધનો દેશ - ભાગ, તે સ્કંધ દેશ. તે સ્કંધોના પ્રદેશ - નિરંશ ભાગો, તે સ્કંધ પ્રદેશ. પરમ એવા તે અણુ - પરમાણુ એટલે નિર્વિભાગ દ્રવ્યરૂપ. રૂપી દ્રવ્યના આ ચાર પ્રકારો છે. અહીં દેશ અને પ્રદેશના સ્કંધમાં અંતર્ભાવથી સ્કંધ અને પરમાણુ એ બે ભેદ સંક્ષેપથી રૂપી દ્રવ્યના ભેદો જાણવા. તે બંનેના લક્ષણો કહે છે–
એકત્વ - સમાન પરિણતિ રૂપથી, પૃથક્‌ત્વ - બીજા પરમાણુના અસંઘાત રૂપથી લક્ષ્ય કરાય છે તે. સ્કંધ અને ભિન્ન ક્રમત્વથી પરમાણુ, સ્કંધો જ પરમાણુ રૂપે સંહત છે. પરમાણુની પરમાણુથી અસંહાતિ છે.
અથવા આ સ્કંધ અને પરમાણુ રૂપ બે ભેદ કઈ રીતે કહ્યા? એકપણાથી, બેના ત્રણના યાવત્‌ અનંત કે અનંતાનંત પૃથક્‌ભૂત પરમાણુના અન્યોન્ય સંઘાતથી દ્વિપ્રદેશિકત્વદિ રૂપ સમાન પરિણતિ રૂપ એક ભાવથી છે, તથા પૃથક્‌ત્વ - મોટા સ્કંધોથી વિચટનરૂપ ભેદથી છે. - X - X - તેમાં એકત્વથી કેટલાંક અણુઓ વડે સંહન્યમાનતાથી એક પરિણતિ રૂપથી, પૃથક્‌ત્વથી તે સમયે જ કેટલાંક અણુના વિચટનથી ભેદ રૂપ સ્કન્ધ - તે દ્વિપ્રદેશાદિ ઉત્પન્ન થાય છે. - X - X -
એકત્વ થી અસહાયત્વથી લક્ષિત જે પૃથક્‌ત્વ થી સ્કંધો થકી વિચટનરૂપ, તેના વડે ઉત્પન્ન થાય છે. એકત્વ વિશેષણ, જે અસહાય દ્વિઅણુકાદિનું વાસ્તવમાં એકત્વ પરિણત છતાં દેશાદિની બુદ્ધિથી પરિકલ્પિત સ્કંધોથી પૃથક્‌ત્વ, તેનાથી પરમાણુ ન ઉપજે તેમ કહે છે. આને જ ક્ષેત્રથી કહે છે –

Linked texts (2)